અમદાવાદ: વર્ષ 2016માં પાકિસ્તાનના કરાચીમાં રહેતા સજાદ વોરાએ તેમના સબંધીઓને મળવા માટે સુરત આવ્યો હતો. જો કે, મુંબઈમાં લગ્નમાં હાજરી આપવા માટે જઈ રહ્યો હતો ત્યારે સુરત રેલવે સ્ટેશન પર તેની પાસેથી નકલી ભરતીય ચલણી નોટો મળી આવી હતી અને ત્યારપછી સુરત ટ્રાયલ કોર્ટે તેને નિર્દોષ છોડી મૂક્યો હતો. જો કે, તેની સામે રાજ્ય સરકારે ગુજરાત હાઈકોર્ટમાં સુરત સેશન્સ કોર્ટને આદેશને પડકારતા હાઈકોર્ટે નીચલી કોર્ટના ચૂકાદાને યથાવત રાખ્યો હતો.
ગુજરાત હાઈકોર્ટ તરફથી પણ રાહત મેળવ્યા બાદ પાકિસ્તાની નાગરિકે વતન પરત જવાની તજવીજ હાથ ધરી હતી. જો કે, આ સમયગાળા દરમિયાન તેનું વિઝા એક્સપાયર થઈ જતાં તેને પોલીસ પાસેથી NOC મેળવવુ જરૂરી હતું જેની સિવાય એ ઘરે પરત ફરી શકશે નહીં. વિદેશી નોંધણી કચરી દ્વારા NOC મેળવવા માટે પ્રયાસ પણ કરવામાં આવ્યા જો કે પોલીસ દ્વારા NOC આપવામાં આવ્યું નહી.
પાકિસ્તાની નાગરિકને નિર્દોષ છોડવાના ચૂકાદા સામે સરકારે સુપ્રીમમાં અરજી કરી - acquittal of a Pakistani national
નકલી ચલણી નોટના કેસમાં નિર્દોષ છોડાયેલા પાકિસ્તાની નાગરિકનો કબ્જો મેળવવા માટે પાકિસ્તાની હાઈ-કમિશન દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં હેબિયસ કોર્પસ અરજી દાખલ કરવામાં આવેલી હતી. જો કે, રાજ્ય સરકારે પાકિસ્તાનની નાગરિકને નિર્દોષ છોડવાના ગુજરાત હાઈકોર્ટના ચૂકાદાને પડકારતી અરજી સુપ્રીમ કોર્ટમાં કરી છે. આ મામલે વધુ સુનાવણી 31મી જુલાઈના રોજ હાથ ધરવામાં આવશે.
આ સમયગાળા દરમિયાન દિલ્હી સ્થિત પાકિસ્તાની હાઈ-કમિશનએ ગુજરાત હાઈકોર્ટમાં હેબિયસ કોર્પસ અરજી દાખલ કરી જેમાં તેમનો નાગરિક વતન ફરવા માંગે છે. તેમ છતાં બળ-જબરીપૂર્વક તેને ભારતમાં રાખવામાં આવતો હોવાના આક્ષેપ કરવામાં આવ્યો છે. પાકિસ્તાની હાઈ-કમિશનએ કહ્યું કે, તેના નાગરિક સજ્જદ વોરાને ભારતીય કોર્ટે નિર્દોષ છોડ્યો છે ત્યારે ભારતીય સત્તાધીશોએ પાકિસ્તાની નાગરિકને મુક્ત કરી દેવો જોઈએ.
ગુજરાત હાઈકોર્ટના જસ્ટિસ સોનિયા ગોકણી અને એન.વી.અંજારીયાની ડિવિઝન બેંચે આ મુદ્દે રાજ્ય અને કેન્દ્ર સરકાર પાસે ખુલાસો માંગ્યો છે.