ગુજરાત

gujarat

ETV Bharat / state

પ્રાઈવેટ કંપનીઓ માલામાલઃ અમદાવાદ મેટ્રો પ્રોજેક્ટ પાછળ વધુ 2 હજાર કરોડની લ્હાણી - અમદાવાદ મેટ્રો પ્રોજેક્ટ પાછળ વધું 2 હજાર કરોડની લાહણી

ગાંધીનગરઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રિમ પ્રોજેકટ અમદાવાદ મેટ્રો પ્રોજેકટમાં અનેક અડચણો બાદ કામ શરૂ થયું છે, પણ હવે મેટ્રોના એલાઈમેન્ટમાં બદલાવ થવાને કારણે હવે મેટ્રો કોસ્ટમાં 2 હજાર કરોડ રૂપિયાનો પણ વધારો થયો છે. જે પ્રોજેકટ 11 હજાર કરોડમાં પૂર્ણ થવાનો હતો તે હવે 13 હજાર કરોડ રૂપિયામાં પૂરો થશે.

METRO RAIL PROJECT

By

Published : Nov 12, 2019, 5:04 PM IST

આ બાબતે મેટ્રો રેલના એમ.ડી. અમિત ગુપ્તાએ જણાવ્યું હતું કે, મેટ્રો રેલના પ્રોજેકટમાં અત્યાર સુધીમાં કુલ મેટ્રો પ્રોજેકટના 4 સ્ટેશનના કામ પૂર્ણ થયા છે, જ્યારે 28 સ્ટેશનના કામ કાજ હાલમાં ચાલુ છે. જ્યારે મેટ્રો પ્રોજેકટ વર્ષ 2022માં પૂર્ણ કરવાની ડેડલાઈન આપવામાં આવી હતી, પણ હવે પ્રોજેક્ટના એલાઈમેન્ટ ચેન્જ થવાને કારણે પ્રોજેકટ કોસ્ટમાં વધારો થયો છે. જ્યારે પહેલા પ્રોજેકટમાં 11,000 કરોડમાં સંપૂર્ણ પ્રોજેકટમાં પૂરો થવાનો હતો જે હવે 13,000 કરોડમાં પ્રોજેકટ પૂરો થશે. એલાઇમેન્ટમાં ફેરફાર થવાને સાથે પ્રોજેકટમાં થોડો વિલંબ થશે. એલાઇમેન્ટ એટલે કે પહેલા મેટ્રો ટ્રેન આશ્રમ રોડ પરથી પસાર થવાની હતી, જે હવે આશ્રમ રોડ પર આવેલા ગાંધીગ્રામ રેલવે સ્ટેશનનો જ ઉપયોગ કરવામાં આવશે. આમ, એલાઈમેન્ટ ચેન્જ થવાને કારણે જ પ્રોજેક્ટ કોસ્ટમાં વધારો થયો છે.

મેટ્રો રેલના એમ.ડી. અમિત ગુપ્તા

જ્યારે, બીજા ફેઝમાં અમદાવાદના ચાંદખેડાથી લઈને ગાંધીનગર સુધી મેટ્રો દોડાવવામાં આવશે. જેને લઈને મેટ્રો દ્વારા તમામ પ્રકારની તૈયારીઓ અને સર્વે પણ હાથ ધરવામાં આવ્યો છે. જ્યારે બિજો ફેઝ અમદાવાદના ચાંદખેડાથી શરૂ થઈને ગાંધીનગર સરિતા ઉદ્ધાન સુધી રહેશે.

ABOUT THE AUTHOR

...view details