* આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ
હાઈકોર્ટમાં ચીફ જસ્ટીસ અનંત દવે અને બીરેન વૈષ્ણવની ખંડપીઠ સમક્ષ રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ જવાબ રજુ કરતા કહ્યું હતું કે ખારાઘોડા અને પાટડી વિસ્તારમાં લોકોને આરોગ્યને લગતી સમસ્યાઓ માટે લાંબુ ન થવું પડે માટે પાટડી અને બજાના વિસ્તારમાં મોબાઈલ હેલ્થ યુનિટ સેવા શરૂ કરવામાં આવી છે. આંખ, કાન, નાક , ગળાને લગતી નાની મોટી બિમારીઓની સારવાર ચાલતી ફરતી ઓપીડી કરવામાં આવતી હોવાનો સરકારે દાવો કર્યો હતો. ગર્ભવતી મહિલાઓ અને બાળકોના સારવાર માટે પણ અલગ વ્યવસ્થા કરવામાં આવી છે. મમતા દિવસ નિમિતે ચાઈલ્ડ કેરના અનેક કાર્યક્રમ શરૂ કર્યા છે. પાટડી ખાતે 2018 - 19માં કુલ 12960 દર્દીઓની તપાસ કરવામાં આવી જેમાં 29 ગર્ભવતી મહિલાઓ સહિત 281 બાળકો સામેલ છે. ખારા ઘોડા ઝિંઝુવાડિયા, પાટડી સહિત અનેક રણ વિસ્તારમાં વિવિધ યોજના હેઠળ કેમ્પ યોજી અગરિયા દર્દીઓની સારવાર કરવામાં આવે છે.
* ઈન્ડસટ્રીઝ એન્ડ માઈન વિભાગ
રાજ્યના ઈન્ડસટ્રીઝ એન્ડ માઈન વિભાગે કામગીરીનો રિપોર્ટ રજુ કરતા દલીલ કરી હતી કે જરૂરીયાત પ્રમાણે પ્રસાતવ એમ્પાવર્ડ કમિટિને મોકલવામાં આવે છે અને આરોગ્ય, શિક્ષણ, પાણી જેવી સુવિધા માટે વિવિધ યોજના હેઠળ ફંડ રિલીઝ કરે છે. વર્ષ 2017-18માં 26 કરોડ રૂપિયાની ગ્રાન્ટ ફાળવાઈ જ્યારે સોલર પંપની ખરીદી પર 80 ટકા સબસિડી અગરિયાઓને આપવામાં આવે છે.
* નર્મદા અને કલ્પસર વિભાગ