- કાશી વિશ્વનાથ મંદિર પરિસરનું નવીનીકરણ
- વડાપ્રધાન કરશે લોકાર્પણ
- એક મહિનો ચાલશે કાર્યક્રમો
અમદાવાદ: વારાણસીમાં પ્રખ્યાત અને પ્રાચીન કાશી વિશ્વનાથ મંદિરના (kashi vishwanath temple varanasi) નવનિર્મિત કાશી વિશ્વનાથ પરિસરનું (kashi vishwanath corridor) વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વરદ હસ્તે 13 ડિસેમ્બરના રોજ ઉદ્ધાટન (Kashi Vishwanath Corridor Inauguration) થવા જઇ રહ્યુ છે. ભવ્ય લોકાર્પણ કાર્યક્રમમાં આખા દેશમાંથી આશરે 3થી 4 હજાર સાધુ-સંતોને ઉત્તર પ્રદેશ સરકાર આમંત્રિત કરવાની છે. આ મંદિર સાથે સંકળાયેલા કાર્યક્રમોના સંયોજક અને ગુજરાત ભાજપ પ્રદેશ ઉપાધ્યક્ષ ગોરધન ઝડફિયાએ મંદિર પરિસર નિર્માણને લઈને ETV ભારત સાથે ખાસ વાતચીત કરી હતી.
પ્રશ્ન- મંદિર પરિસર નિર્માણ અને લોકાર્પણ કાર્યક્રમની શું વિશેષતાઓ છે ?
જવાબ-બાર જ્યોતિર્લિંગો ભારતની ધરોહર (kashi vishwanath temple history) છે. કાશી વિશ્વનાથ મંદિરનું સૌપ્રથમ નવીનીકરણ રાણી અહલ્યાબાઈ હોલ્કરે સોનાથી (ahilyabai holkar kashi vishwanath temple) કર્યું હતું, પહેલા કાશી વિશ્વનાથ મંદિરથી ગંગા નદીના દર્શન થઈ શકતાં નહોતાં, પરંતુ હવે આ શિવ મંદિરથી સ્વચ્છ ગંગા નદીના દર્શન થઇ શકશે. જ્યારે નરેન્દ્ર મોદી 2014માં વડાપ્રધાન બન્યા અને અહીં આવ્યા ત્યારે તેમણે સંકલ્પ કર્યો હતો કે, આ પરિસરનું નવીનીકરણ (renovation of kashi vishwanath temple) કરવામાં આવશે, આથી તેમના હસ્તે 13 ડિસેમ્બરે જળાભિષેક કરીને નવીન પરિસર ખુલ્લુ મુકવામાં આવશે. ગુજરાતના 579 સંગઠન મંડળ પર તેનું જીવંત પ્રસારણ કરાશે. 18,322 જેટલા ગામડામાં (shiva temple in villages in india) આવેલ શિવાલય પર અભિષેક કરવામાં આવશે. ગુજરાતમાં ભાજપના 41 જિલ્લા સંગઠન કેન્દ્રો પર લાઈવ પ્રસારણ થશે, જ્યા સાધુ-સંતો અને ભાજપ અગ્રણીઓ ઉપસ્થિત રહેશે ઉપરાંત ગુજરાતમાંથી ગણમાન્ય સંત અને પ્રતિષ્ઠિત વ્યક્તિઓ આ પ્રસંગે કાશી જશે. ગામડામાંથી બેસીને લોકો આ દિવસે કાશી વિશ્વનાથના દર્શન કરી શકશે.
પ્રશ્ન- મંદિર અગાઉ બહુ ગીચ જગ્યાએ હતું, તેને કેવી રીતે ખુલ્લુ કરાયુ ?
જવાબ-અગાઉ કાશી વિશ્વનાથ મંદિરમાં જવા ખૂબ જ ગીચ ગલીઓમાંથી પસાર થવું પડતું હતુ, આજુ-બાજુમાં અનેક રહેણાંક મકાનો અને દુકાનો હતા, રસ્તો પણ સાંકડો હતો, સરકારે તેના વિકાસ માટે પરિસરના નકશામાં આવતા જે-તે સંપત્તિના માલિકને યોગ્ય દામ ચૂકવીને આ મંદિર પરિસરનું નિર્માણ કર્યું છે. મંદિર પરિસરના ખોદકામ દરમિયાન જમીનથી 25 થી 30 ફૂટ નીચે 125 જેટલા શિખરબદ્ધ મંદિરો નીકળ્યા હતા.
પ્રશ્ન- કેટલા સાધુ-સંતો આ પ્રસંગે કાશીમાં ઉપસ્થિત રહેશે ?
જવાબ-આ પ્રસંગે ભારતભરમાંથી 3000 જેટલા સાધુ-સંતો કાશી વિશ્વનાથ પરિસરમાં ઉપસ્થિત રહેશે. ગુજરાતમાંથી 40 જેટલા સાધુ-સંતો અને 15 થી 17 જેટલા ગણમાન્ય વ્યક્તિઓ ત્યાં ઉપસ્થિત રહેશે. લોકાર્પણ બાદ એક મહિના જેટલો સમય ત્યાં વિવિધ પ્રકારના કાર્યક્રમો યોજાશે.
પ્રશ્ન- કાર્યક્રમના સંયોજક તરીકે કેવા પડકારો આવ્યા ?