ગુજરાત

gujarat

ગોપાલ ઇટાલિયાને શરતી જામીન મળ્યા

By

Published : Feb 9, 2021, 9:39 PM IST

અમદાવાદ શહેરના નારણપુરા વિસ્તારમાં આમ આદમી પાર્ટીની યોજાયેલી જાહેર સભાના એક દિવસ બાદ ગુજરાત યુનિવર્સિટી પોલીસે પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયાની ધરપકડ કરી હતી. બાદમાં કોર્ટ દ્વારા 10 હજારના શરતી જમીન આપવામાં આવ્યા હતા.

ગોપાલ ઇટાલિયાને શરતી જામીન મળ્યા
ગોપાલ ઇટાલિયાને શરતી જામીન મળ્યા

  • આપના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયાની ધરપકડ કરાઇ હતી
  • કોર્ટમાંથી શરતી જામીન મળ્યા
  • પોલીસે પરવાનગી હોવા છતાં આપના કાર્યકરોને સભા યોજતા અટકાવ્યા

અમદાવાદઃ શહેરના નારણપુરા વિસ્તારમાં આમ આદમી પાર્ટીની યોજાયેલી જાહેર સભાના એક દિવસ બાદ ગુજરાત યુનિવર્સિટી પોલીસે પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયાની ધરપકડ કરી હતી. જેમાં સભાની મંજૂરી હોવા છતા પોલીસે પાર્ટીના નેતાઓ સાથે બળપ્રયોગ કરતા પાર્ટીના કાર્યકર્તાઓ અને પોલીસ વચ્ચે બોલાચાલી થઈ હતી. તેને લઈને પોલીસે જાહેરનામાનો ભંગ, પોલીસ પર હુમલો પોલીસની કામગીરીમાં અડચણ સહિતની કલમો હેઠળ ગુનો નોંધાયો હતો.

ગોપાલ ઇટાલિયાને શરતી જામીન મળ્યા

ગોપાલ ઇટાલિયાને વીડિઓ કોન્ફરન્સથી જજ સામે રજૂ કરાયા

ગોપાલ ઇટાલિયાને વીડિઓ કોન્ફરન્સથી જજ સામે રજૂ કરવામાં આવ્યા હતા. ત્યારે કોર્ટ દ્વારા 10 હજારના શરતી જમીન આપવામાં આવ્યા હતા. જ્યારે વધુમાં ગોપાલ ઇટલિયા પર 7 થી 8 કેસ ચાલી રહ્યા છે. જેમાં જુદા જુદા કેસ નોંધવામાં આવ્યા છે પરંતુ આપના મીડિયા કન્વીનરે જણાવ્યું હતું કે, ગોપાલ ઇટલિયા પર ખોટો કેસ કરવામાં આવ્યો છે.

આપ દ્વારા અનેક સભાઓ કરવામાં આવશે

એક બાજુ ચૂંટણીને લઈને દરેક પક્ષો જોરશોરથી પ્રચારમાં લાગી ગયા છે, ત્યારે આપ દ્વારા પણ સભાઓ કરવામાં આવી રહી છે પરંતુ સાત્તધીશ પાર્ટીના ઈશારે પોલીસ અન્ય પક્ષો સામે ગુનો નોંધવાનું કામ કરી રહી છે તેવું કહી શકાય, ત્યારે આગામી સમયમાં આપ દ્વારા અનેક સભાઓ કરવામાં આવશે.

ABOUT THE AUTHOR

...view details