પરંતુ આ રિવરફ્રન્ટમાંથી જ્યારે બહાર નીકળવું હોય તો કંઈક અટપટી અને ગૂંચવણ ભરી પરિસ્થિતિ સર્જાય છે. આવું જ કંઈક જોવા મળ્યું એલિસબ્રિજના છેડેથી બહાર આવતા વાહનો માટે કે, જ્યાં 'નો એન્ટ્રી'નું બોર્ડ તો માર્યું છે પરંતુ તે ખૂબ જ નાની સાઇઝમાં દેખાય નહિ તે રીતે છે અને બીજું બોર્ડ આગળ છે પરંતુ તે ઝાડ પર બાંધવામાં આવ્યું છે. જેથી વાહનચાલકોને ખ્યાલ જ આવતો નથી. જ્યાં એન્ટ્રી કરીને બહાર નીકળવાના કોર્નર પર જ પોલીસ દ્વારા પકડવામાં આવે છે.
અમદાવાદમાં ગુગલ મેપથી ફસાતાં વાહનચાલકો - Traffick Police
અમદાવાદઃ શહેરની ફરતે સાબરમતી નદીના બંને કાંઠે બનાવવામાં આવેલ રિવરફ્રન્ટમાંથી વાહનોની અવરજવર કરવાથી શહેરીજનોને ટ્રાફિકની સમસ્યા પણ નડતી નથી. તેમજ સમય તથા પેટ્રોલ પણ બચી જાય છે.

અમદાવાદમાં ગુગલ મેપથી ફસાતાં વાહનચાલકો
અમદાવાદમાં ગુગલ મેપથી ફસાતાં વાહનચાલકો
મહત્વનું છે કે, ગુગલમેપથી વાહન ચલાવવું તે રોજીંદી પ્રક્રિયા છે. જ્યારે ગુગલ મેપ તમને રસ્તો બતાવે છે, ત્યારે સહજ રીતે વાહનચાલકો googleના રસ્તે જ બહાર આવશે. ખબર નહિ આમાં વાંક ગુગલ મેપનો છે કે, વાહનચાલકોનો! તે જે પણ હોય પરંતુ ટ્રાફિક પોલીસને તો ઘી કેળા જ છે.