ગુજરાત

gujarat

ETV Bharat / state

Good Governance Week 2021:રાજ્યમાં સુશાસન સપ્તાહની ઉજવણી રાજ્યકક્ષાનો કાર્યક્રમ અમદાવાદ ખાતે યોજાયો - Good Governance Week 2021

અટલબિહારી બાજપાઈના જન્મદિનથી રાજ્યમાં સુશાસન સપ્તાહનો (Celebration of Good Governance Week in the state)પ્રારંભ થયો હતો. રાજ્યના 33 સ્થળોએ સુશાસન અઠવાડિયાની (Good Governance Week 2021)ઉજવણી કરવામાં આવી હતી.આ ઉજવણીનો રાજ્યકક્ષાનો કાર્યક્રમ અમદાવાદ ખાતે યોજાયો (State level program was held at Ahmedabad)હતો.રાજ્યવ્યાપી કાર્યક્રમમાં 50 હજાર યુવાનોને નિમણૂક પત્રો તેમજ 30 હજાર યુવાનોને એપ્રેન્ટીસશીપ કરાર પત્રો આપવામાં આવ્યા હતા.

Good Governance Week 2021:રાજ્યમાં સુશાસન સપ્તાહની ઉજવણી રાજ્યકક્ષાનો કાર્યક્રમ અમદાવાદ ખાતે યોજાયો
Good Governance Week 2021:રાજ્યમાં સુશાસન સપ્તાહની ઉજવણી રાજ્યકક્ષાનો કાર્યક્રમ અમદાવાદ ખાતે યોજાયો

By

Published : Dec 30, 2021, 4:37 PM IST

અમદાવાદઃ અટલબિહારી બાજપાઈના જન્મદિનથી રાજ્યમાં સુશાસન સપ્તાહનો પ્રારંભ(Celebration of Good Governance Week in the state) થયો હતો. જે અંતર્ગત આજે રાજ્યના 33 સ્થળોએ રોજગાર વિભાગ હસ્તકની કચેરીઓની વિવિધ પ્રવૃતિઓ થકી સુશાસન અઠવાડિયાની(Good Governance Week 2021) ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણીનો રાજ્યકક્ષાનો કાર્યક્રમ અમદાવાદ(State level program was held at Ahmedabad) ખાતે યોજાયો હતો.

50 હજાર યુવાઓને નિમણૂક પત્ર અપાયા

અમદાવાદના મુખ્ય કાર્યક્રમમાંમુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ(Chief Minister Bhupendra Patel), આરોગ્યપ્રધાન ઋષિકેશ પટેલ(Health Minister Hrishikesh Patel), સામાજિક ન્યાય અને અધિકારીતા પ્રધાન પ્રદીપ પરમાર, શ્રમ અને રોજગારપ્રધાન બ્રિજેશ મેરજા(Minister of Labor and Employment Brijesh Merja) તેમજ કુટીર ઉધોગ પટેલ અને સહકાર પ્રધાન જગદીશ વિશ્વકર્મા ઉપસ્થિત રહ્યા હતા. રાજ્યવ્યાપી કાર્યક્રમમાં 50 હજાર યુવાનોને નિમણૂક પત્રો તેમજ 30 હજાર યુવાનોને એપ્રેન્ટીસશીપ કરાર પત્રો(Apprenticeship agreement letters to 30 thousand young people) આપવામાં આવ્યા હતા.

સુશાસન સપ્તાહની ઉજવણી

છેલ્લા પાંચ વર્ષમાં 17,31,759 યુવાઓને રોજગાર અપાયાનો દાવો

સરકારે દાવો કર્યો હતો કે, 2021-22 માં કુલ 1,67, 356 ઉમેદવારોને રોજગાર કચેરી દ્વારા રોજગારી પૂરી પાડવામાં આવી છે. તથા છેલ્લા પાંચ વર્ષમાં કુલ 17,31,759 ઉમેદવારોને રોજગારી પૂરી પાડવામાં આવી છે.

રાજ્યમાં 288 ITI

આ પ્રસંગે શ્રમ અને રોજગાર પ્રધાન બ્રિજેશ મેરજાએ જણાવ્યું હતું કે, રાજ્યમાં 263 જેટલી સારી સુવિધાવાળી ITI છે, જેમાં યુવાનો તાલીમ લઇ રહ્યા છે. આરોગ્યપ્રધાન ઋષિકેષ પટેલે કહ્યું હતું કે, વાઇબ્રન્ટ ગુજરાત રાજ્યમાં રોજગારીનું સર્જન કરે છે. આખી દુનિયામાં વાઇબ્રન્ટની રાહ જોવાતી હોય છે. આ વખતે પણ લાખો કરોડના એમઓયુ થવાના છે.

DBT થી સ્ટાઈપેન્ડ સીધુ વિદ્યાર્થીઓના ખાતામાં જમા થશે

વર્તમાન સરકાર તાલીમાર્થીઓને સ્ટાઇપેન્ડની ચુકવણી ડાયરેકટ બેનિફિટ ટ્રાન્સફર દ્વારા ઓનલાઇન સીધા તેમના ખાતામાં જમા કરવા જઇ રહી છે. હવે તાલીમાર્થીઓ સ્ટાઈપેન્ડની મેળવવા ડીજીટલ ગુજરાત પોર્ટલ ઉપર સીધી અરજી કરી શકશે.

કોરોના પ્રોટોકોલના પાલનની શરૂઆત

આ કોરોના કાળમાં સરકારી કાર્યક્રમોમાં નિયમોનો ભંગ થતો જોવા મળતો હતો. પરંતુ સરકાર લોકોમાં ટીકાનો ભોગ બનતા, આજના કાર્યક્રમમાં ફરજિયાત માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ જોવા મળ્યું હતું. સરકાર આગળ પણ આ પ્રમાણે વર્તે તેવી આશા છે.

આ પણ વાંચોઃAAP protest at Kamalam: ગાંધીનગર કોર્ટે આપ પાર્ટીના 55 નેતા-કાર્યકર્તાઓને શરતી જામીન આપ્યા

આ પણ વાંચોઃCorona Case In Ahmedabad : અમદાવાદમાં કોરોના ગાઈડલાઈન ભંગ કરનાર 4 લોકો સામે નોંધાઈ ફરિયાદ

ABOUT THE AUTHOR

...view details