- ધંધુકા એપીએમસી ખાતે સુશાસન દિવસની ઉજવણી
- સ્વ. પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીને શ્રદ્ધાંજલિ અર્પિત કરાઈ
- સુશાસન દિવસની ઉજવણી અંતર્ગત 400 ખેડૂતો રહ્યા હાજર
અમદાવાદઃ જિલ્લા ગ્રામ્ય વિસ્તારમાં આવેલા ધંધુકા APMC ખાતે સુશાસન દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જે અંતર્ગત દીપ પ્રાગટ્ય બાદ ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન સ્વ. અટલ બિહારી વાજપેયીને શ્રદ્ધાસુમન અર્પિત કરાયા હતા. ત્યારબાદ APMCના ચેરમેન સહદેવ સિંહ ગોહિલ દ્વારા ઉપસ્થિત આમંત્રિતોને શાબ્દિક સ્વાગત કરી કેન્દ્ર સરકાર દ્વારા લાવવામાં આવેલા કૃષિ બિલને સમર્થન આપ્યું હતું.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા રાજ્યના મુખ્યપ્રધાન વીડિયો કોન્ફરન્સના માધ્યમથી જોડાયા
"સુશાસન દિવસ"ની ઉજવણીના કાર્યક્રમના અધ્યક્ષ સ્થાનેથી પૂર્વ ધારાસભ્ય ભરત પંડયા દ્વારા પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત સાતમા હપ્તાની રકમ ખેડૂતોના ખાતામાં જમા કરવા તથા રાજ્ય સરકાર દ્વારા સાત પગલાં ખેડૂત કલ્યાણના કાર્યક્રમ સર્વગ્રાહી કૃષિ વ્યવસાય નીતિ તેમજ ગરીબ કલ્યાણ યોજનાના લાભાર્થીઓ/ ખેડૂતોને સાધનસામગ્રી તથા સહાય વિતરણ અંગે માહિતી આપી હતી. આ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા રાજ્યના મુખ્યપ્રધાન વીડિયો કોન્ફરન્સના માધ્યમથી જોડાયા હતા.
ધંધુકા APMC ખાતે સુશાસન દિવસની ઉજવણી કરાઈ ગરીબ કલ્યાણ યોજનાના લાભાર્થી ખેડૂતોને સાધન સામગ્રી
આ કાર્યક્રમમાં ખેત ઉત્પન્ન બજાર સમિતિ, તાલુકા ખરીદ વેચાણ સંઘ, દુધ ઉત્પાદક મંડળીઓ, સ્થાનિક સહકારી મંડળીઓના આગેવાનોની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયેલ કાર્યક્રમના અંતે ગરીબ કલ્યાણ યોજનાના લાભાર્થી ખેડૂતોને સાધન સામગ્રી આપવામાં આવી હતી. સાથે જ નાના ભૂલકાઓને ચોકલેટ તેમજ બિસ્કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન રમેશ ચૌહાણ દ્વારા કરવામાં આવ્યુ હતુ.
ધંધુકા APMC ખાતે સુશાસન દિવસની ઉજવણી કરાઈ