અમદાવાદઃ વિશ્વમાં કોરોના મહામારીની સ્થિતિ વધુ કથળી રહી છે. સેન્ટ્રેલ બેન્કે રાહત પેકેજ જાહેર કર્યું છે, તેની સાથે યૂરોપિયન યુનિયને પણ આર્થિક પેકેજ જાહેર કર્યું છે. બીજી તરફ ભારત, ચીન અને અમેરિકાની સરહદે અશાંતિ પરિસ્થિતિ છે. અમેરિકાએ ચાઈનાને તેનું કોન્સ્યુલેટ શુક્રવાર સુધીમાં બંધ કરવા કહ્યું છે. જેને પગલે જીઓ પોલિટિકલ ટેન્શન સર્જાયું છે. આ સંજોગો વચ્ચે સલામત રોકાણ ગણતા ગોલ્ડ અને સિલ્વરમાં ભારે લેવાલી નીકળી હતી.
સોના-ચાંદીમાં અવિરત તેજીની આગેકૂચ, સોનું રૂપિયા 52,500 અને ચાંદી રૂપિયા 61,500 પર પહોંચ્યું - ભારતમાં સોનાનો ભાવ
વૈશ્વિક બજારમાં ગોલ્ડ અને સિલ્વર ભવિષ્યમાં ભારે લેવલે નીકળતાં ભાવ વધુ ઊંચકાયા છે. વૈશ્વિક બજારમાં ગોલ્ડ 1888 ડૉલર 9 વર્ષની નવી હાઈ બતાવી હતી. તેમજ સિલ્વર 22.60 ડૉલર 4 વર્ષની નવી હાઈ બનાવી હતી. જેને પગલે ભારતમાં પણ સોનું ચાંદી ભડકી ગયા હતા.
અમદાવાદ સોના-ચાંદીબજારમાં 999 ટચ સોનું દસ ગ્રામે વધુ રૂપિયા 600 વધી રૂપિયા 52,500 બોલાયું હતું અને અમદાવાદમાં હૉલમાર્ક દાગીના રૂપિયા 51,450નો ભાવ હતો. ચાંદી ચોરસા એક કિલોએ ભાવ વધુ રૂપિયા 2500 ઉછળી રૂપિયા 61,500 રહ્યો હતો.
બીજી તરફ સોના-ચાંદીના ભાવ સતત વધતા જ્વેલરી શોરૂમમાં નવી ઘરાકીનો અભાવ જોવાઈ રહ્યો છે. એક તરફ કોરોનાનો કપરો કાળ ચાલી રહ્યો છે. નવા ધંધાપાણી નથી, લગ્નસરાની સીઝન દિવાળી પછી આવશે અને હાલ ચોમાસું ચાલી રહ્યું છે. આથી હાલ નવી ઘરાકી આવવાની કોઈ શક્યતા નથી. સોના-ચાંદીના ભાવ ઊંચા હોઈ લોકોએ થોભો અને રાહ જુઓની નિતી અખત્યાર કરી છે.