ગુજરાત

gujarat

By

Published : Aug 7, 2019, 9:46 PM IST

ETV Bharat / state

સોના-ચાંદીના ભાવમાં ધરખમ વધારો,જાણો નવો ભાવ

અમદાવાદ: ઈરાન અમેરિકા વચ્ચેની તંગદિલી, અમેરિકા ચીન વચ્ચે ટ્રેડ વૉર, ભારત પાકિસ્તાન સરહદે એલર્ટ જેવા જીઓપોલિટિકલ કારણો વચ્ચે આંતરરાષ્ટ્રીય બજારમાં ગોલ્ડના ભાવમાં નોંધપાત્ર ઉછાળો આવ્યો છે. જેને પગલે સ્થાનિક બજારમાં 999 ટચ સોનાનો દસ ગ્રામે ભાવ ઉછળીને રૂપિયા 37,700ની નવી ઉંચી ઐતિહાસિક સપાટીએ પહોંચી ગયો છે. તેમજ ચાંદીનો ભાવ એક કિલો વધીને રૂપિયા 42,500 રહ્યો છે. આમ સોના-ચાંદીના ઊંચા ભાવને કારણે હાલ નવી ઘરાકી અટકી ગઈ છે.વૈશ્વિક બજારમાં સોનાના ભાવમાં તેજી માટે અત્યારે કોઈ નવું કારણ શોધવાની જરૂર નથી. અમેરિકા અને ચીન વચ્ચે ટ્રેડ વોર વકરી ગયું છે.

સોના-ચાંદીના ભાવમાં ધરખમ વધારો

આંતરરાષ્ટ્રીય બજારમાં ગોલ્ડનો ભાવ 1490 ડૉલર અને સિલ્વરનો ભાવ 16.74 ડૉલર ચાલી રહ્યો છે. છેલ્લા અક મહિનાથી સોના-ચાંદીના ભાવ સતત વધી રહ્યા છે. તાજેતરમાં અમેરિકા દ્વારા ફેડરેટમાં વધારો કરવામાં આવ્યો, જેને પગલે અમેરિકન સ્ટોક માર્કેટ ડાઉન થયા હતા. જેની અસર ગોલ્ડ અને સિલ્વર પર પડી છે. આમ ઈન્ટરનેશનલ માર્કેટમાં ભાવ ઊંચકાઈને આવતાં સ્થાનિક બજારમાં સોનાચાંદીના ભાવ ઐતિહાસિક નવી ઊંચી સપાટી સર કરી ગયા છે.વેપારીઓ અને બજાર વિશ્લેષકોના મતે ઊંચા ભાવના કારણે સ્થાનિક બજારમાં ગ્રાહકો ખરીદીથી દુર થઇ રહ્યા હોવાથી તેની અસર પડી રહી છે

સોના-ચાંદીના ભાવમાં ધરખમ વધારો

સોના-ચાંદીના નવા ઊંચા ભાવને કારણે અને હાલ ભારતભરમાં ભારે વરસાદ તેમજ ગુજરાતમાં છેલ્લા દસ દિવસથી અતિભારે વરસાદ છે, જેને કારણે હાલ નવી ઘરાકી નથી પણ વરસાદ રોકાશે અને ઉઘાડ નીકળશે પછી શ્રાવણ-ભાદરવો અને આસો મહિનાના જન્માષ્ટમી, નવરાત્રિ અને દિવાળીના તહેવારોની નવી ઘરાકી નીકળશે. આ વર્ષ ચોમાસું સારું રહ્યું છે, જેથી દિવાળી પર ખેડૂતોની પણ સારી ખરીદી નીકળવાનો આશાવાદ અમદાવાદના અગ્રણી જ્વેલર્સો રાખી રહ્યા છે.

ABOUT THE AUTHOR

...view details