ગુજરાત

gujarat

ETV Bharat / state

Godrej Garden City Fire Accident : પતિ-પત્નીના ઝઘડાએ ઘર ઉજાડ્યું - Fire On The Fourth Floor Of Eden V Block

અમદાવાદમાં આવેલા ગોદરેજ ગાર્ડન સિટીમાં (Godrej Garden City) આગ લાગતા નાસભાગ મચી ગઈ હતી. ઈડન-V બ્લોકના ચોથા માળે આ ઘટના બની હોવાનું સામે (Fire On The Fourth Floor Of Eden V Block) આવ્યું છે. આગ લાગવા પાછળનું કોઈ કારણ સામે આવ્યું નથી. આ ઘટનામાં એક મહિલાનું મૃત્યું (A woman Died In A Fire) થયુ હોવાનું સામે આવ્યું છે. (Godrej Garden City Fire Accident)

Godrej Garden City Fire Accident : પતિ-પત્નીના ઝઘડાએ ઘર ઉજાડ્યું
Godrej Garden City Fire Accident : પતિ-પત્નીના ઝઘડાએ ઘર ઉજાડ્યું

By

Published : Jan 20, 2023, 3:28 PM IST

Godrej Garden City Fire Accident : પતિ-પત્નીના ઝઘડાએ ઘર ઉજાડ્યું

અમદાવાદ : રાજ્યમાં અનેક હત્યા તેમજ આગ બનાવો દિવસે સામે આવી રહ્યા છે, ત્યારે આાજે (શુક્રવારે) અમદાવાદના ગોદરેજ ગાર્ડન સિટીમાં આવેલા ઇડન-V ફ્લેટના ચોથા માળે આગ લાગવાની ઘટના બની હતી. ફાયરની ગાડી તાત્કાલિક ઘટના સાથે પહોંચીને આગ પર એક કલાક બાદ કાબુ મેળવ્યો હતો, પરંતુ એવી પણ માહિતી સામે આવી રહી હતી કે ઘરમાં પતિ પત્ની બંને ઝઘડીની નીચે આવ્યા હતા ત્યારે આ ઘટનામાં પત્નીનું મોત થયું છે, જ્યારે પતિને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. આગ લગાડવામાં આવી છે કે લાગી છે તે સંપૂર્ણ તપાસ એફએસએલના રિપોર્ટ બાદ જ ખબર પડશે.

સિક્યુરિટીએ કરી હતી જાણ :સોસાયટીના ચેરમેન દર્શનભાઈએ જણાવ્યું હતું કે, આગ આ સવારે લાગી હતી સિક્યુરિટીને જાણ થઈ હતી અને સિક્યુરિટીએ મને કોલ કર્યો ત્યારે તરત હું પણ ત્યાં પહોંચ્યો હતો. ફ્લેટની અંદર જે ફાયર સેફ્ટી લગાવીને મેં બચાવવાનો પ્રયત્ન કર્યો હતો. ત્યારબાદ તરત ફાયર બ્રિગેડને જાણ કરી હતી અને ફાયર બ્રિગેડની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. પરિવારના આંતરિક ઝઘડાની કોઈ જાણ ન હતી, પરંતુ આ પરિવાર છેલ્લા સાત વર્ષથી અહીંયા રહેતો હતો. જેમાં પતિ અનિલ બધેલ એક કેમિકલ ફેક્ટરીમાં કામ કરતા હતા.

પતિ પત્નીએ છરીના માર્યા હતા ઘા :એવું પણ સામે આવી રહ્યું છે કે, ગ્રાઉન્ડ ફ્લોર પર પતિ અનિલ બઘેલ અને પત્ની અનિતા બધેલ એકબીજાને છરીના આખા માર્યા હોય તેવી રીતે પડ્યા હતા. જેમાં મહિલાનું મોત મૂક્યું છે જ્યારે પતિને સોલાર સિવિલ હોસ્પિટલ માટે ખસેડવામાં આવ્યો છે. પરંતુ આ મકાનમાં આગ કયા કારણથી લાગી તે હજુ સુધી કારણ સામે આવ્યું નથી પરંતુ એફ એસ એલ દ્વારા આ તમામ તપાસ કરવામાં આવી રહી છે.

પત્નીનું નિપજ્યું મોત :ગોદરેજ ગાર્ડન સિટીમાં આવેલ ઇડન-V ફ્લેટના ચોથા માળે 405 મકાનમાં રહેતા પરિવારને પોતાના બે બાળકને શાળાએ મૂકીને આવી પછી તેમની વચ્ચે બોલા ચાલી થઈ હતી. ઘર કંકાશને કારણે આ ઘટના સર્જાઈ હોય તેવું પણ માનવામાં આવી રહ્યું છે. ઘરમાં રહેતા પતિ પત્ની ઝઘડીને નીચે આવ્યા હતા અને આ ઘટનામાં પત્નીનું મોત થયું હતું, જ્યારે પતિને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.

ABOUT THE AUTHOR

...view details