અમદાવાદ: કોરોનાને લીધે જારી કરાયેલા 21 દિવસના રાષ્ટ્રવ્યાપી લૉક ડાઉનમાં ગરીબ લોકોની મદદ માટે અમદાવાદ GMDC દ્વારા મુખ્યપ્રધાન રાહત ફંડમાં 25 કરોડ રૂપિયાનો નિણર્ય કર્યો છે. GMDCના કર્મચારીઓ દ્વારા 29 લાખ રૂપિયા આપવામાં આવશે.
કોરોના લોકડાઉનગ્રસ્ત લોકોની મદદ માટે GMDC સરકારને 25 કરોડ આપશે
કોરોનાને લીધે જારી કરાયેલા 21 દિવસના રાષ્ટ્રવ્યાપી લોકડાઉનમાં ગરીબ લોકોની મદદ માટે અમદાવાદ GMDC દ્વારા મુખ્યપ્રધાન રાહત ફંડમાં 25 કરોડ રૂપિયા આપવાનો નિણર્ય કર્યો છે.
નોંધનીય છે કોરોનાને લીધે સર્જાયેલી વિકટ પરિસ્થિતિમાં ગરીબ અને રાષ્ટ્રની મદદ કરવા માટે અભિનેતા અક્ષયકુમાર દ્વારા 25 કરોડની મદદ જ્યારે ટાટા ગ્રુપ દ્વારા 550 કરોડની સહાય વડાપ્રધાન રાહત ફંડમાં આપવામાં આવી હતી. GMDC સરકારી વિભાગ હોવા છતાં આટલી મોટી રકમ આપનાર સૌથી પહેલો વિભાગ છે. GMDCના તમામ કર્મચારીઓ એક દિવસના પગાર થકી કુલ 29 લાખ રૂપિયાની સહાય કરશે.
રાજ્યમાં કોરોના વાયરસના હાલ સુધીમાં 70 જેટલા કેસ સામે આવ્યાં છે જે પૈકી ૨૫ અમદાવાદ શહેરમાં નોંધાયાં છે. કોરોનાના લીધે ગુજરાતમાં 6 લોકોમાં મોત નિપજ્યાં છે જેમાં 3 મોત અમદાવાદમાં થયાં છે.