અમદાવાદ: સુલતાન અહેમદ શાહ બાદશાહે તૈયાર કરાવેલો ભદ્રનો કિલ્લો આજે પણ અમદાવાદની શાન છે. સુલતાને જ્યારે અમદાવાદ વસાવ્યું ત્યારે તેની નજર સામે અણહીલપુર પાટણ હતું અને પાટણના કિલ્લાને પણ ભદ્ર કહેવાતો હતો. એટલે બાદશાહે બહારના આક્રમણો સામે પોતાની અને પરિવારની સલામતી માટે આ કિલ્લો બંધાવ્યો અને તેનું નામ પણ ભદ્ર આપ્યું હતું તેવું માનવામાં આવે છે.
અમદાવાદની શાન સમો ભદ્ર કિલ્લો... - ભદ્ર કિલ્લાની માહિતી
સુલતાન અહેમદ શાહ બાદશાહે તૈયાર કરાવેલો ભદ્રનો કિલ્લો આજે પણ અમદાવાદની શાન બની રહ્યો છે. બાદશાહે બહારના આક્રમણો સામે પોતાની અને પરિવારની સલામતી માટે આ કિલ્લો બંધાવ્યો હતો અને તેનું નામ ભદ્ર આપ્યું હતું.
Discovery India
વર્ષ 1411માં બંધાયેલો કિલ્લો એક જમાનામાં નગર જેટલો હતો. આ કિલ્લામાં 12 દરવાજા અને 189 સ્તંભ હતા. પછી 1883માં મરાઠા સામ્રાજ્યના પેશ્વા અને ગાયકવાડના શાસન દરમિયાન તેમાં ફેરફાર થતાં રહ્યા. હાલ ભદ્ર ફોર્ટને બહારનો વિસ્તાર વિકસિત કરવામાં આવ્યો છે. ભદ્રના કિલ્લાની ઘડિયાળનો મિનારો 1849માં 8 હજારના ખર્ચે લંડનથી લવાયો હતો અને ઈસ્ટ ઇન્ડિયા કંપની દ્વારા તેને વર્ષ 1878માં રુપિયા 2,430ના ખર્ચે મૂકાયો હતો.