અમદાવાદ:ઓનલાઈન ડેટિંગ એપ્લિકેશન પર અજાણ્યા લોકો સાથે અમુક સમય વાતો કરી આંધળો વિશ્વાસ કરનારા લોકો માટે ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો છે. સમલૈંગિક સંબંધો ધરાવતા લોકો માટેની ગે એપ થકી મિત્રતા કેળવી એક યુવકને મળવા બોલાવી લૂંટી લેવાયો હોવાની ઘટના વાસણા પોલીસ ચોપડે નોંધાઈ છે. જોકે આ મામલે પોલીસે સતર્કતા દાખવી ગણતરીના કલાકોમાં આરોપી ટોળકીને ઝડપી પાડી છે.
મિત્રતા ન કરવી જોઈએ:આ અંગે ગુનો નોંધી ગણતરીના કલાકોમાં આરોપીની ધરપકડ કરી છે. હાલ આરોપીની તપાસ ચાલુ છે. લોકોએ કોઈ પણ ડેટિંગ એપ પર કોઈ અજાણ્યા વ્યક્તિની સાથે મિત્રતા ન કરવી જોઈએ-- PI એમ.સી ચૌધરી ( ટેલિફોનિક વાતચીત)
3 શખ્સોની ધરપકડ:વાસણા પોલીસે આ મામલે દીપ ઉર્ફે મુન્નો કટારિયા, જીજ્ઞેશ ઉર્ફે જીગુ અને તેજસ મારવાડી નામના 3 શખ્સોની ધરપકડ કરી છે. આ આરોપીઓએ ગે ચેટિંગ એપ પર એક ફેક આઇડી બનાવી શહેરના એક યુવક સાથે વાતચીત કરી હતી. જે બાદ તે યુવકને પોતાના પાર્ટનર તરીકેની ઓળખ આપી મળવા બોલાવ્યો હતો. ભોગ બનનાર યુવક ત્યાં મળવા ગયો. ત્યારે એક શખ્સ તેને અવાવરૂ જગ્યાએ લઇ ગયો. જ્યાં 3 આરોપીઓએ અંધારાનો લાભ લઇ યુવક પાસેથી પૈસા પડાવવાનો પ્રયાસ કર્યો. જોકે ફરિયાદી યુવક પાસે રોકડ રકમ ન હોવાથી તેની સોનાની ચેઇન લૂંટી ફરાર થઇ ગયા હતા. અંગે અંતે આ મામલે ગુનો નોંધાયો હતો.