ગુજરાતી સીંગર ગીતા રબારીએ દિલ્હી ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. સાથે જ આ મુલાકાતને શુભેચ્છા મુલાકાત ગણાવી હતી. આ મુલાકાતમાં તેમનું સંગીત "રોણાં શહેર" ગીતને લોકોએ વધુ પસંદ કર્યું તે માટે વડાપ્રધાન મોદીએ તેમને શુભેચ્છા પાઠવી હતી.
ગુજરાતી સીંગર ગીતા રબારીએ વડાપ્રધાન મોદી બાદ CM રૂપાણી સાથે કરી મુલાકાત - GDR
ગાંધીનગર: ગુજરાતી સીંગર ગીતા રબારીએ થોડા સમય પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે દિલ્હી ખાતે મુલાકાત કરી હતી. ત્યારબાદ બુધવારે ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણી સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી.
ગીતા રબારીએ CM રૂપાણી સાથેની મુલાકાતને શુભેચ્છા મુલાકાત ગણાવી
ગીતા રબારીએ જણાવ્યું હતું કે, તેવો નાના હતા ત્યારે કચ્છ રણોત્સવમાં તેમણે આ ગીત ગાયું હતું. તે સમયે નરેન્દ્ર મોદી રાજ્યના મુખ્યપ્રધાન હતા અને તેમના ગીતથી પ્રભાવિત થઈને 250 રૂપિયા આપ્યા હતા. સાથે જ તેમણે વડાપ્રધાન મોદી સમક્ષ તેમના માટે બનાવેલું ગીત "અમે રાજી મોદીજી તમારા રાજમાં રે" ગીત પણ મીડિયા સમક્ષ ગાયું હતું. સાથે જ આજે મુખ્યપ્રધાન વિજય રૂપાણી સાથેની મુલાકાતને શુભેચ્છા મુલાકાત ગણાવી હતી.
Last Updated : Jul 10, 2019, 4:02 PM IST