ગુજરાત

gujarat

ETV Bharat / state

એક વર્ષની બાળકી પાણી ભરેલી ડોલમાં પડતા અરેરાટી...... પરિવારના શ્વાસ ચડ્યા અધ્ધર.... - અમદાવાદ 108 એમ્બ્યુલન્સ

અમદાવાદના ઓઢવ વિસ્તારમાં રવિવારે રાત્રે એક વર્ષની બાળકી ઘરમાં પાણી ભરેલી ડોલમાં (girl falls water in ahmedabad)પડી ગઇ હતી. આ ઘટનાની જાણ 108 એમ્બ્યુલન્સ કરતા 108 ઘટના સ્થળે દોડી આવી હતી. બાળકીને તાત્કાલિક સારવારની જરૂર હોવાથી એલજી હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. બાળકીની હાલત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે.

girl falls water in ahmedabad: અમદાવાદમાં એક વર્ષની બાળકી પાણી ભરેલી ડોલમાં પડી ગઈ, 6 મિનિટમાં 108 પહોંચી જીવ બચાવ્યો
girl falls water in ahmedabad: અમદાવાદમાં એક વર્ષની બાળકી પાણી ભરેલી ડોલમાં પડી ગઈ, 6 મિનિટમાં 108 પહોંચી જીવ બચાવ્યો

By

Published : Apr 18, 2022, 1:45 PM IST

અમદાવાદ: શહેરના ઓઢવ વિસ્તારમાં રવિવારે રાત્રે એક વર્ષની બાળકી ઘરમાં પાણી ભરેલી ડોલમાં પડી ગઇ હતી. પાણી પી જવાને કારણે બાળકીની હાલત ગંભીર હતી. 108 એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવતા 6 મિનિટમાં જ એમ્બ્યુલન્સ(Ahmedabad 108 Ambulance) પહોંચી હતી. EMTએ બાળકીની તપાસ કરી તો હાલત ગંભીર માલુમ પડતા ERC ફિઝિશિયનના માર્ગદર્શન હેઠળ આ બાળકીને CPR આપીને જીવ બચાવ્યોહતો. 12 મિનિટમાં જ તેને વધુ સારવાર માટે એલજી હોસ્પિટલમાં( LG Hospital Maninagar)ખસેડી હતી.

આ પણ વાંચોઃસફળતા મેળવવા માટેની કોઈ ઉંમર નથી હોતી, આ વાત સાબિત કરે છે અમદાવાદની 12 વર્ષની બાળકી આર્યાએ

ગણતરીના સમયની અંદર બાળકીને હોસ્પિટલમાં ખસેડાઈ -મળતી માહિતી મુજબ રવિવારે રાત્રી સમય 10 કલાકની આસપાસ રબારી કોલોની લોકેશનની એમ્બ્યુલન્સને કોલ મળ્યો હતો કે ઓઢવમાં અર્બુદાનગરમાં એક વર્ષની નાની બાળકી પાણી ભરેલી ડોલમાં પડી જવાથી તેની સ્થિતિ ગંભીર છે. જેથી 6 મિનિટમાં 108ના કર્મચારી EMT હાર્દિક ડાભી અને પાઈલટ વિજય દેસાઈ ત્યાં પહોંચ્યા હતા.

બાળકીની હાલત સ્થિર -EMT હાર્દિક ડાભીએ બાળકીની તપાસ કરતા ગંભીર હાલત જોઈને ERC ફિઝિશિયનના માર્ગદર્શન હેઠળ આ બાળકીને CPR આપીને જીવ બચાવ્યો હતો. બાળકીને તાત્કાલિક સારવારની જરૂર હોવાથી પાયલોટ વિજય દેસાઈએ 12 મિનિટની અંદર બાળકીને એલજી હોસ્પિટલ મણિનગર ખસેડવામાં આવી હતી. બાળકીની હાલત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે.

આ પણ વાંચોઃDantewada girl viral video:દાંતેવાડાની આઠ વર્ષની બાળકી આ ગીત ગાઈ સોશિયલ મીડિયા પર થઈ વાયરલ, જુઓ વિડીયો

ABOUT THE AUTHOR

...view details