ગુજરાત

gujarat

ETV Bharat / state

લગ્નના ચાર ફેરા ફરે તે પહેલા યુવતી પર ફરી વળ્યું બસનું ટાયર, 1 ફેબ્રુઆરીના રોજ થવાના હતા લગ્ન, પટેલ ટ્રાવેલ્સના ડ્રાઈવરની ધરપકડ

અમદાવાદના બોપલમાં ટ્રાફિક સિગ્નલ પાસે એક ટ્રાવેલ્સે બાઈકને ટક્કર મારતાં યુવતીનું મોત નીપજ્યું હતું. જે મામલે પોલીસે હાલમાં આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

ટ્રાફિક સિગ્નલ પાસે એક ટ્રાવેલ્સે બાઈકને ટક્કર મારતાં યુવતીનું મોત
ટ્રાફિક સિગ્નલ પાસે એક ટ્રાવેલ્સે બાઈકને ટક્કર મારતાં યુવતીનું મોત

By ETV Bharat Gujarati Team

Published : Nov 27, 2023, 8:08 PM IST

ટ્રાફિક સિગ્નલ પાસે એક ટ્રાવેલ્સે બાઈકને ટક્કર મારતાં યુવતીનું મોત

અમદાવાદ: શહેરમાં છાસવારે હવે અકસ્માતની ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે રવિવારે બપોરે 3 વાગ્યાની આસપાસ ચાર રસ્તા પર એક કપલ સ્ટોપ સિગ્નલના કારણે ગ્રીન લાઈટ થાય તેની રાહ જોઈ રહ્યું હતું. પરંતુ સિગ્નલ બંધ થાય તે પહેલાં જ નીકળી જવાના ઉતાવળ કરનાર પટેલ ટ્રાવેલ્સની બસે યુવતી ઉપર બસનું ટાયર ફેરવી નાખ્યું હતું. જેમાં ઘટના સ્થળે જ યુવતીનું મૃત્યુ થયું હતું. આ યુવક યુવતીના લગ્ન બે મહિના પછી યોજાવાના હતા.

1 ફેબ્રુઆરીએ થવાના હતા લગ્ન:ચાર રસ્તા પર થયેલ અકસ્માતમાં હિરલનું મૃત્યુ થયું છે. ત્યારે પોલીસ તપાસમાં એ પણ સામે આવ્યું છે કે હિરલ અને હિરેનના લગ્ન એક ફેબ્રુઆરી 2024ના રોજ થવાના હતા અને તેઓ લગ્નની ખરીદી માટે જ બોપલ બાજુ નીકળ્યા હતા અને ખરીદી પૂર્ણ કરીને તેઓ ઘર તરફ પરત જઈ રહ્યા હતા. બંને અમદાવાદના શાહપુર વિસ્તારમાં રહે છે.

26 નવેમ્બરના રોજ આશરે ત્રણ વાગ્યાની આસપાસ યુવક અને યુવતી બોપલથી પોતાના ઘર તરફ જઈ રહ્યા હતા. ત્યારે ચાર રસ્તા ઉપર રેડ સિગ્નલ થવાના કારણે ટ્રાફિક સ્ટોક થયો હતો. તેઓ ટ્રાફિક સિગ્નલ પર ઊભા હતા પરંતુ પાછળથી પટેલ ટ્રાવેલ્સની લક્ઝરીએ પાછળથી બાઈકને ટક્કર મારી હતી. જેથી યુવતી પટકાઈને રસ્તા ઉપર પડી હતી અને બસનું પાછળનું ટાયર યુવતી પર ફરી વળ્યું હતું. આ અકસ્માતમાં પોલીસે ગુનો નોંધીને આરોપી ડ્રાઇવર ગંભીરસિંહ સિસોદિયા કે જે અમદાવાદના જ રહેવાસી છે તેની ધરપકડ કરીને કાયદેસરનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. - ડી એસ પુનડિયા (ACP, અમદાવાદ ટ્રાફિક પોલીસ)

આરોપીની ધરપકડ: ટ્રાફિક એસીપી ડી એસ પુનડિયાએ વધુમાં નિવેદન આપ્યું હતું કે હાલમાં આરોપીની ધરપકડ કરીને તપાસ હાથ ધરવામાં આવી છે. બસ ચલાવતી વખતે બસના ડ્રાઈવરે કોઈ નશો કર્યો હતો કે નહીં તે બાબતે આરોપીનું બ્લડ સેમ્પલ લેવામાં આવ્યું છે. હવે નિયમ મુજબ બસના તમામ પેપર પણ તપાસ કરવામાં આવશે. જો પેપર ઓછા હશે તો તેમાં પણ ગુનો નોંધવામાં આવશે. હાલમાં બસને પોલીસ કબજામાં તાપસ અર્થે લેવામાં આવી છે.

અમદાવાદમાં સવારના 7 વાગ્યાથી રાતના 11 વાગ્યા સીધી બસની નો એન્ટ્રીનો નિયમ:

અમદાવાદ શહેરમાં ખાનગી બસ સંચાલકોને અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા નો એન્ટ્રીના નિયમ અંગે વારંવાર જાહેરનામું બહાર પાડવામાં આવે છે જે અંતર્ગત સવારના સાત વાગ્યાથી રાતના 11:00 વાગ્યા સુધી એક પણ ટ્રાવેલ્સ સિટીમાં પ્રવેશ કરી શકતી નથી. પરંતુ બપોરે ત્રણ વાગે પટેલ ટ્રાવેલ્સની લક્ઝરી બસ પ્રવેશ કરીને અકસ્માત સર્જ્યો છે ત્યારે હવે જાહેરનામા ભંગનો પણ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. જ્યારે આવનારા દિવસોમાં કોઈપણ ખાનગી લક્ઝરી અમદાવાદ શહેરમાં પ્રવેશે નહીં તે માટે પણ તમામ અધિકારીઓને સૂચના આપવામાં આવી છે. ઉપરાંત તમામ ખાનગી લક્ઝરી બસના પરમિટ ચેકિંગની પણ કામગીરી અમદાવાદ ટ્રાફિક પોલીસ દ્વારા હાથ ધરવામાં આવશે. જો કોઈ બસની પરમિટ નહીં હોય તો તેવા બસ માલિકો વિરુદ્ધ પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

  1. માલધારીઓ અમદાવાદ કોર્પોરેશનનો ઘેરાવ કરશે, પશુ રાખવાના 200 રુપિયાના ઉઘરાણાં યાદ કરાવ્યાં
  2. અમદાવાદમાં વિદ્યાર્થીઓને કાયદાના અમલીકરણ અને સામુદાયિક સંબંધોના ગતિશીલ લેન્ડસ્કેપની કેળવણી અપાઇ, કોણે આપી જાણો

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details