ગુજરાત

gujarat

ETV Bharat / state

નિત્યાનંદ આશ્રમ: યુવતીઓના સોંગદનામાની સત્યતા ભારતીય એમ્બસી ચકાસે: હાઈકોર્ટ - ભારતીય એમ્બસી

અમદાવાદઃ નિત્યાનંદ આશ્રમમાં બાળકીઓને મળવા ગયેલા માતા-પિતાને રોકી દેવાતા કબ્જો મેળવવા માટે પિતા જર્નાધન શર્મા દ્વારા દાખલ કરવામાં આવેલી રિટ મુદે ગુરુવારે જસ્ટીસ એસ.આર બ્રહ્મભટ્ટ અને એ.પી. ઠાક્કરની ખંડપીઠ સમક્ષ બંને દિકરીઓના સોંગદનામામાં રજુ કરવામાં આવ્યા હતા. જોકે હાઈકોર્ટે બંને યુવતીઓના સોંગદનામાને જે તે દેશમાં બંને યુવતીઓ છે તે રાષ્ટ્રમાં ભારતીય હાઈ-કમીશન પાસેથી ચકાસણી કરાવવાનો આદેશ કર્યો હતો. આ મામલે વધુ સુનાવણી 16મી જાન્યુઆરીના રોજ હાથ ધરવામાં આવશે.

યુવતીઓના સોંગદનામાની સાત્યતા ભારતીય એમ્બસી ચકાસે
યુવતીઓના સોંગદનામાની સાત્યતા ભારતીય એમ્બસી ચકાસે

By

Published : Dec 27, 2019, 9:04 PM IST

હાઈકોર્ટમાં બંને દિકરીઓ તરફે રજુ કરવામાં આવેલા સોંગદનામાંને હાઈકોર્ટે રેકોર્ડ પર લીધા પરતું તેની ચકાસણી જે તે દેશમાં યુવતીઓ છે ત્યાંની ભારતીય એમ્બસી પાસેથી કરાવવાનો આદેશ કર્યો હતો. એટલું જ નહિ આ કેસમાં તપાસ અધિકારી દ્વારા રજુ કરાયેલો એકશન ટેક્ન રિપોર્ટને પણ સીલ કરવામાં રાખવાનો રજીસ્ટ્રાર જનરલને આદેશ કર્યો છે. હાઈકોર્ટે સોંગદનામાં મુદે મહત્વનું અવલોકન કરતા કહ્યું કે જે વ્યકિતએ બંને યુવતી નિત્યનંદિતા અને લોપામુદ્રાને નોટકી કરી છે તે એમને ઓળખતા પણ નથી, જ્યારે સોંગદનામાં સહીં અને અંધુઠો તેમનો છે એ પોલીસ કઈ રીતે ચકાસશે. આ મુદે લોપામુદ્રાના વકીલે વીડિયો કોન્ફરેન્સિંગ મારફતે યુવતીઓના નિવેદનન લેવાની રજુઆત કરી હતી.

યુવતીઓના સોંગદનામાની સાત્યતા ભારતીય એમ્બસી ચકાસે
એટલું જ નહિ આ કેસમાં અરજદાર પિતા જર્નાધન શર્મા દ્વારા રજુ કરવામાં આવેલું સેક્સ કરાર કોર્ટે ફગાવી દીધો છે. જર્નાધશ શર્માના વકીલ દ્વારા રજુ કરાયેલા સોંગદનામાં બંને દિકરીઓના નામ શામેલ ન હોવાથી કોર્ટે તેને સ્વીકાર્યો નથી. બર્બડોઝથી લોપામુદ્રા દ્વારા રજૂ કરાયેલા સોગંદનામાં પણ તે પોતાની મરજીથી ભારતની બહાર રહે છે અને તેના માતા-પિતા સાથે રહેવા માંગતી નથી. લોપામુદ્રા એક વિડિયો કોન્ફરન્સિંગ થકી હાઇકોર્ટ સમક્ષ પોતાનો નિવેદન રેકોર્ડ કરવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. આ વાત તપાસ અધિકારીને પણ વિડિયો કોન્ફરન્સિંગ થકી લોપામુદ્રાએ જણાવ્યું હતું. વર્ષ 2014માં જ્યારે તે હૃદયની બીમારીથી પીડાતી હતી ત્યારે સ્વામી નિત્યાનંદ સાથે રહ્યા બાદ તેમની તબિયતમાં સુધાર હોવાનો દાવો કર્યો હતો.બંને નિત્યનંદિતા અને લોપામુદ્રાના વકીલ તરફે કોર્ટમાં દલીલ કરવામાં આવી હતી કે બંનેને પિતાથી જીવનો જોખમ છે તેથી તેઓ અહીં આવવા માંગતી નથી. જેની સામે હાઈકોર્ટે કહ્યું કે અમે બંનેને માતા-પિતા સાથે મળવા દેશું નહિ પરતું જ્યારે અમે સુરક્ષા પુરી પાડી રહ્યાં છે ત્યારે બંને દિકરીઓ અહીં આવે અને અમને તેમનો નિર્ણય જણાવે. હાઈકોર્ટની ટકોર બાદ બંને દિકરીઓના વકીલ બી.બી. નઈક અને અન્શિન દેસાઈએ દલીલ કરી હતી કે બંને દિકરીઓ વર્જનિયાથી વીડિયો કોન્ફેરેન્સથી જુબાની આપી શકે તેની સામે હાઈકોર્ટે લાલ-આંખ રાખતા કહ્યું કે બંને દિકરીઓને અહીં લાવવા મુદે કરવામાં આવતી બહાનાબાજીથી અમારો બંનેને બળ-જબરીપૂર્વક રખાયા હોવાની શંકા પ્રબળ થતી જાય છે.

ઉલ્લેખનીય છે કે 10મી ડિસેમ્બરના રોજ બંને દિકરીઓ તરફે રજુ કરાયેલા સોંગદનામાંનો હાઈકોર્ટે અસ્વીકાર કરતા બંને દિકરીઓને રજુ કરવાનો આદેશ કર્યો હતો. સોંગદાનામાં બંને દિકરીઓ સ્વેચ્છાએ વર્જિનિયામાં રહેતી હોવાની વાત કહેવામાં આવી હતી. હાઈકોર્ટે 20મી નવેમ્બરના વ્યવસ્થિત સોંગદનામું રજુ કરવાનો આદેશ કર્યો હતો. નિત્યાનંદ આશ્રમમાં રહેતી બંને યુવતીઓને પરત મેળવવા તમિળ માતા-પિતા દ્વારા હાઈકોર્ટમાં રિટ દાખલ કરાઈ હતી.

ABOUT THE AUTHOR

...view details