ગુજરાત

gujarat

ETV Bharat / state

Girl abducted in Ahmedabad: પ્રેમલગ્ન કરનાર યુવતીનું પરિવારે કર્યું અપહરણ, માતા સહિત 6 લોકોની ધરપકડ - Kidnapping

અમદાવાદના સરખેજ વિસ્તારમાં યુવતીએ અન્ય ધર્મના યુવક સાથે ભાગીને પ્રેમલગ્ન કરતા પરિવારજનોએ નારાજ થયો હતો. પ્રેમલગ્ન બાદ પરિવાર દ્વારા દીકરીનું અપહરણ કર્યું (Girl abducted in Ahmedabad)હોવાની ઘટના સામે આવી છે. આ મામલે પતિએ પોલીસ ફરિયાદ કરતા પોલીસે યુવતીને આરોપીઓથી મુક્ત કરાવી છે. પોલીસે શખ્સોની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Girl abducted in Ahmedabad: પ્રેમલગ્ન કરનાર યુવતીનું પરિવારે કર્યું અપહરણ, માતા સહિત 6 લોકોની ધરપકડ
Girl abducted in Ahmedabad: પ્રેમલગ્ન કરનાર યુવતીનું પરિવારે કર્યું અપહરણ, માતા સહિત 6 લોકોની ધરપકડ

By

Published : Apr 8, 2022, 5:38 PM IST

અમદાવાદ: સરખેજ વિસ્તારમાં યુવતીએ અન્ય ધર્મના યુવક સાથે ભાગીને પ્રેમલગ્ન( Love marriage)કરતા પરિવારજનોએ નારાજ થઈને પોતાની જદીકરીનું અપહરણ કર્યું હોવાની(Girl abducted in Ahmedabad)ઘટના બની છે. જોકે આ મામલે પોલીસમાં (Ahmedabad Sarkhej Police )પતિએ ફરિયાદ કરતા જ પોલીસે યુવતીની માતા સહિત 6 લોકોને ઝડપી યુવતીને મુક્ત કરાવી છે. કોણ છે આ શખ્સોએ અને કઈ રીતે અપહરણને અંજામ આપ્યો.

પરિવારે કરાવ્યું અપહરણ

પ્રેમલગ્ન કરતા પરિવારજનોએ નારાજ થયો -સરખેજ પોલીસની(Ahmedabad Sarkhej Police )ગિરફતમાં દેખાતા આ શખ્સોના નામ છે જુલેખા મુલતાની, તૈયબ મુલતાની, જાવેદ મુલતાની, એઝાઝ શેખ, સિરાજ મુલતાની અને વિજય પરમાર.પકડાયેલા આરોપીઓએ સરખેજ ધોળકા રોડ પર ભાડે રહેતી સીમરન મુલતાનીનું અપહરણ કર્યું હતું યુવતીનો વાંક એટલો જ હતો કે તેણે પોતાની પસંદગીના યુવક સાથે લગ્ન કર્યા હતા. સીમરન મુલતાની નામની યુવતીને વટવામાં એક લગ્ન પ્રસંગમાં લલિત ખંડવી નામના સરખેજના યુવક સાથે 4 વર્ષ પહેલાં મિત્રતા થઈ અને પ્રેમ સંબંધ બંધાયો હતો, જોકે પરિવારે સીમરનના લગ્ન બીજે નક્કી કરી નાખતા તે અંકલેશ્વરથી ભાગીને પ્રેમી પાસે અમદાવાદ આવી હતી અને બંને દિલ્હી ભાગી જઈ આર્ય સમાજમાં લગ્ન કરી લીધા હતા.જે બાદથી તેનો પરિવાર તેનાથી નારાજ હતો.

આ પણ વાંચોઃUnilateral Lover Arrested : પારડીમાં એકતરફી પ્રેમમાં સગીરાનું અપહરણ કરનાર પકડાયો

પોલીસે શખ્સોની ધરપકડ કરી -જેમાં 6 એપ્રિલે રાતે સમયે સિમરનની માતા ઝુલેખાબાનુ મુલતાની, જમાઈ જાવેદ મુલતાની, તૈયબભાઈ તેમજ અન્ય શખ્સોએ સરખેજમાં સીમરનના ઘરે જઈ જબરજસ્તી તેનું અપહરણ કર્યું હતું. પતિએ પ્રતિકાર કરી યુવતીને છોડાવવાનો પ્રયાસ કરતા આરોપીએ છરી બતાવી ધમકી આપી સિમરનને કારમાં બેસાડીને બાકરોલ સર્કલ બાજુ નીકળી ગયા હતા. આ અંગે પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરતા સરખેજ પોલીસે CCTVના આધારે તપાસ શરૂ કરીને વડોદરાથી ગાડી પકડી પાડી સિમરનને છોડાવી માતા સહિત 4 આરોપીઓની ધરપકડ કરી હતી.

અન્ય ધર્મના યુવક સાથે લગ્ન કરી લીધા -આ ગુનામાં સામેલ અન્ય બે શખ્સોની આણંદથી ધરપકડ કરાઈ છે. શખ્સોની પૂછપરછમાં સામે આવ્યું કે સીમરનના લગ્ન તેઓએ પોતાના સમાજમાં નક્કી કર્યા હતા અને તેણે અન્ય ધર્મના યુવક સાથે લગ્ન કરી લીધા હોવાથી તેને પોતાની સાથે લઈ જઈ પતિ સાથે છૂટાછેડા અપાવી પોતાના સમાજમાં લગ્ન કરાવવાનો પ્લાન હતો. જોકે શખ્સો પકડાઈ જતા હાલતો પોલીસે તમામ શખ્સોના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે.

આ પણ વાંચોઃCrime Case in Surat : લીંબાયતના જમીન દલાલનું અપહરણ કરવા માટે ત્રણ પિસ્તોલ મંગાવનાર ઝડપાયો

ABOUT THE AUTHOR

...view details