BSNLની અમદાવાદીઓને ભેટ, હવે તમામ બિલ ‘MYBSNL’ એપ પર ચૂકવી શકાશે - BSNL
અમદાવાદ:શહેરીજનોને હવે BSNL(ભારત સંચાર નિગમ લિમિટેડ)ના બિલ SMS અને ઈ-મેલ દ્વારા મળશે. ડિજીટલ ઈન્ડિયા અને ગો ગ્રીન અંતર્ગત 1 ઓગસ્ટ 2019થી અમદાવાદના કાર્યક્ષેત્રમાં આવતા તમામ લેન્ડ લાઈન, એફટીટીએચ અને મોબાઈલ(પોસ્ટપેઈડ) ગ્રાહકોને તેમના ટેલિફોન બિલ SMS અને ઈ-મેલ દ્વારા મોકલવામાં આવશે. તેમજ બિલની ચૂકવણી પણ કેશ કાઉન્ટર-પોસ્ટ ઓફિસમાં બિલની કોપી બતાવ્યા વિના માત્ર મોબાઈલમાં આવેલા SMS બતાવીને પણ થઈ શકશે.
ફાઇલ ફોટો
‘MYBSNL’ એપ અથવા ઓફિશિયલ વેબસાઈટ પર પણ બિલ ચૂકવી શકાશે.જે ગ્રાહકોના મોબાઈલ નંબર અને ઈ-મેલ BSNL કચેરીમાં નોંધાવ્યા ન હોય તેવા તમામ ગ્રાહકો નજીકના BSNL ગ્રાહક સુવિધા કેન્દ્ર, નજીકની એકાઉન્ટ્સ ઓફિસરની કચેરી અથવા bsnlgogreenatd@gmail.com પર વિગતો આપી પોતાની નોંધણી કરાવી શકશે. તેમજ પોસ્ટ ઓફિસ અને કેશ કાઉન્ટર સિવાય બિલની ચૂકવણી ‘MYBSNL’ એપ અથવા www.bsnl.co.in વેબસાઈટ દ્વારા પણ કરી શકાશે.