ગુજરાત

gujarat

ETV Bharat / state

જિફાની સક્સેસ પાર્ટીમાં ઈટીવી ભારત ગુજરાતને બિરદાવાયું, મોમેન્ટો અર્પણ કરાયો - GIFA film Success Party,

અમદાવાદઃ ગુજરાતી આઈકોનિક ફિલ્મ એવોર્ડસના કાર્યક્રમને સતત ચોથા વર્ષે ભવ્ય સફળતા મળી છે. જેની સક્સેસ પાર્ટી યોજાઈ હતી. આ સક્સેસ પાર્ટીમાં જિફા 2019 એવોર્ડ સમારંભમાં બેક સ્ટેજના કલાકારો અને જેમણે સહયોગ આપ્યો તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રંસગે નવકાર પ્રોડક્શનનું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું.

ahmedabad
ahmedabad

By

Published : Jan 7, 2020, 10:31 PM IST

Updated : Jan 8, 2020, 5:13 PM IST

ગુજરાતી ફિલ્મ ક્ષેત્ર દિવસેને દિવસે પ્રગતિના પંથે આગળ ધપી રહ્યું છે. તેનું એક કારણ નવકાર પ્રોડક્શન જેવી સંસ્થાઓ છે, જે ગુજરાતી ફિલ્મોને પ્રોત્સાહન આપે છે. જેથી ગુજરાતી આઈકોનિક ફિલ્મ એવોર્ડસના કાર્યક્રમને સતત ચોથા વર્ષે ભવ્ય સફળતા મળી છે. જેની સક્સેસ પાર્ટી યોજાઈ હતી. આ સક્સેસ પાર્ટીમાં જિફા 2019 એવોર્ડ સમારંભમાં બેક સ્ટેજના કલાકારો અને જેમણે સહયોગ આપ્યો તેમને સમ્માનવામાં આવ્યા હતા. આ પ્રંસગે નવકાર પ્રોડક્શનનું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું.

જિફા 2019 એવોર્ડ સમારંભ યોજાોયો

જીફાના આયોજક અરવિંદ વેગડાએ જણાવ્યું હતું કે, "નવકાર પ્રોડક્શને જિફા સાથે મળીને અમેરિકાના એલએમાં ગુજરાતી કલાકારોને સ્ટેજ પુરું પાડવાની કામગીરી હાથ ધરી છે. તેમ જ ગુજરાતી ફિલ્મોને વિદેશમાં સુધી પહોંચાડવા અને ગુજરાતી વેબ સીરીઝ શરૂ કરશે."

ઉલ્લેખનીય છે કે, જીફાના આયોજક અરવિંદ વેગડા અને હેતલ ઠક્કરે ગુજરાતના જિફા કવરેજને બિરદાવ્યું હતું અને સ્પેશિયલ મોમેન્ટો ETV BHARAT ગુજરાત બ્યૂરો ચીફ ભરત પંચાલને અર્પણ કર્યો હતો. જિફાનો મુખ્ય હેતુ વિદેશમાં વસતા લોકો ગુજરાતીઓ સુધી ગુજરાતી ફિલ્મો પહોંચાડવાનો છે. જેની માટે ગુજરાતી ફિલ્મના કલાકારોને નવકાર પ્રોડક્શન ડિજિટલ પ્લેટફોર્મ પુરું પાડશે.

Last Updated : Jan 8, 2020, 5:13 PM IST

ABOUT THE AUTHOR

...view details