અમદાવાદ : ગુજરાત વિધાનસભા ચૂંટણી બાદ આજ પ્રથમ વખત અમદાવાદ કોર્પોરેશનું (General Board meeting in Ahmedabad) જનરલ બોર્ડ મળ્યું હતું. જેમાં કોર્પોરેશનના વિપક્ષ નેતાએ કમિશનરના કામને લઈને આભાર વ્યક્ત કર્યો હતો. સાથે સાથે અમદાવાદ શહેરને ત્રણ મહિના પહેલા મળેલા સ્વચ્છ એવોર્ડને ખરીદી હોય તેવો આક્ષેપ પણ કર્યો હતો. અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટ પર યુવાનો ડ્રગ્સ લઈ રહ્યા છે તેવા ગંભીર આક્ષેપથી બોર્ડમાં મારે હંગામો જોવા મળ્યો હતો. (Ahmedabad Corporation General Board Meeting)
બાળકો ડ્રગ્સ લઈ રહ્યા છેઅમદાવાદ કોર્પોરેશનના જનરલ બોર્ડમાં વિપક્ષ (Opposition Leader Shehzad Khan Pathan) નેતા શહેજાદખાન પઠાણે જણાવ્યું હતું કે, સાબરમતી રિવરફ્રન્ટના બંને બાજુ કુલ 373 જેટલી સિક્યુરિટી હોય છે. ત્યાં ઘણા લોકો સવારે યોગ તેમજ કસરત માટે આવતા હોય છે. પરંતુ હું જ્યારે ત્યાં જોકિંગ માટે ગયો ત્યારે નાના બાળકો ડ્રગ્સ લઈ (Sabarmati riverfront drugs) રહ્યા છે. વધુમાં જણાવ્યું હતું કે, જનરલ દુકાનની અંદર જે ગોગો મળી રહી છે. તેની અંદર યુવાનો ડ્રગ્સ લેતા હોય છે અને તેનું ધ્યાન સિક્યુરિટી દોરતા નથી. લોકોને બચાવવા આપણી જવાબદારી છે. (General Board meeting of AMC)
સ્વચ્છતાનો એવોર્ડ કોર્પોરેશન ખરીદ્યોવધુમાં જણાવ્યું હતું કે, અમદાવાદ શહેરના સ્વચ્છતા (Ahmedabad Municipal Corporation) માટે કરોડો રૂપિયા ફાળવવામાં આવે છે, પરંતુ શહેરમાં ગંદકી ચારે બાજુ જોવા મળી રહી છે. નવાઈની એ વાત છે કે ત્રણ મહિના પહેલા જ અમદાવાદ કોર્પોરેશનને સૌથી સ્વચ્છ શહેરનો એવોર્ડ આપવામાં આવ્યો હતો. હકીકત કંઈક અલગ જ છે જેથી સાબિત થાય છે કે, અમદાવાદ કોર્પોરેશન ખરીદ્યો છે. સાથે કમિશનરનું પણ આભાર વ્યક્ત કરતા કહ્યું હતું કે, તમે જ્યારથી કોર્પોરેશનના કમિશનર બન્યા છો, ત્યારથી અમદાવાદ શહેરના વિકાસ માટે ખૂબ સુંદર કામ કરી રહ્યા છો. જેથી તમારી આ કામગીરીને હું બિરદાઉ છું.(Opposition in AMC meeting)