- આજથી ગૌરી વ્રત અને જયા પાર્વતીના વ્રતનો પ્રારંભ
- નાની બાળાઓ ગૌરી વ્રત અને મોટી કન્યાઓ જયા-પાર્વતી કરે
- પાંચ દિવસ સુધી વ્રતમાં ધાન અને મીઠું આરોગતા નથી
અમદાવાદ : અષાઢ મહિનો શરૂ થતા જ હિન્દુ ધર્મમાં પવિત્ર વ્રત અને તહેવારો શરૂ થઈ જાય છે. આ ક્રમમાં સૌપ્રથમ અષાઢ મહિનાની સુદ ત્રયોદશીથી નાની બાળાઓ માટે ગૌરી વ્રતનો પ્રારંભ તથા મોટી કન્યાઓ માટે જયા-પાર્વતી વ્રતનો પ્રારંભ થાય છે. ગૌરી વ્રત સામાન્ય રીતે 5 થી12 વર્ષની કન્યાઓ અને જયા-પાર્વતી વ્રત 12 થી20 વર્ષની કન્યાઓ કરતી હોય છે. આ વ્રત 05, 07 અને 10 વર્ષ સુધી કરવામાં આવે છે.
ગુજરાતમાં વ્રતનું અનેરું મહત્વ
વ્રતની કથા અનુસાર ભગવાન ભોળાનાથને વરવા માતા પાર્વતીએ ખુબ જ તપસ્યા કરી હતી. તે તપસ્યાના પરિણામે તેમને મહાદેવ મળ્યા હતા. આથી કુંવારી કન્યાઓ સારા પતિની કામના માટે આ વ્રત કરે છે. વ્રત કરનાર કન્યાઓ સવારે વહેલી ઉઠીને સ્નાન કરીને સ્વચ્છ કપડાં પહેરીને જવારાનું પૂજન અર્ચન કરે છે.
આ પણ વાંચો : ખેડામાં કોરોના સામે નિયમ પાલનના સંકલ્પ સાથે ગૌરી વ્રતની ઉજવણી
શિવાલયમાં ભગવાન શિવ તેમજ માતા ગૌરીની પૂજા આરાધના કરાય