ગુજરાત

gujarat

ETV Bharat / state

લીનુંસિંહે ગૌરવ દહીંયાં પાસેથી 20 કરોડ માંગ્યા હોવાનો આક્ષેપ - ગુજરાત હાઇકોર્ટે

અમદાવાદ: ગુજરાત હાઇકોર્ટે સસ્પેન્ડેડ IAS ઓફિસર ગૌરવ દહીંયાંને આપેલી રાહત બાદ પ્રેસ કોન્ફ્રેન્સ યોજવામાં આવી હતી. જેમાં ગૌરવ દહીંયાંના સહ-વકીલ હિતેશ ગુપ્તાએ આક્ષેપ કર્યો હતો કે, લિનુંસિંહે ગૌરવ પાસેથી 20 કરોડ રૂપિયાની માગણી કરી હતી. જે અંગેના મેસેજીસ અમે તપાસ અધિકારી સમક્ષ રજૂ કર્યા છે.

highcourt

By

Published : Aug 23, 2019, 12:36 AM IST

વકીલ ગુપ્તાએ વધુમાં જણાવ્યું હતું કે, ગૌરવ દહીંયાંના લીનુંસિંહ સાથે લગ્ન થયા નથી અને જે બાળક ગૌરવનું હોવાનું જાહેર કરવામાં આવી રહ્યું છે. એ ખોટું છે. ગૌરવના વકીલે ભવિષ્યમાં જરૂર પડશે તો ડી.એન.એ ટેસ્ટની તૈયારી પણ બતાવી છે. પહેલી પત્ની સાથે ગૌરવના તલાક બાદ લિંનુંસિંહ સાથે લગ્ન કરવાના હતા પરંતુ મહિલાનું વર્તન યોગ્ય ન હોવાથી લગ્ન થઈ શક્યા ન હતા.

લીનુંસિંહે ગૌરવ દહીંયાં પાસેથી 20 કરોડ માંગ્યા હોવાનો આક્ષેપ


ઉલ્લેખનીય છે કે, લિંનુંસિંહ દ્વારા દિલ્હીના માલવિયાનગર પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ કરવામાં આવી હતી કે, ગૌરવ દહિયા પરણિત હોવા છતાં ગુપ્ત રીતે જાણ કર્યા વગર તેની સાથે લગ્ન કરી લીધા હતા. જે મુદ્દે મહિલાએ લેખિત ફરિયાદ કર્યા બાદ કેસની તપાસ ગાંધીનગર પોલીસને સી.સી માર્ક કરવામાં આવ્યું હતું અને તેના આધારે થતી તપાસને રદ કરવા હાઇકોર્ટમાં રીટ દાખલ કરવામાં આવી હતી.

ABOUT THE AUTHOR

...view details