ગુજરાત

gujarat

ETV Bharat / state

વિરમગામઃ વણીના સીમાડે નર્મદાની કેનાલમાં પડયા ગાબડા, ખેતરોમાં પાણી ફરી વળતા ખેડૂતો ચિંતિત - Farmers Vani

વણી થોરીથાંભાના સીમાડે આવેલ રાજપર ભડાણા માઇનોર કેનાલમાં ગાબડા પડતા અંદાજિત ૫૦ થી ૬૦ વીઘા જેટલી જમીનમાં પાણી ફરી વળ્યું હતું. ખેડૂતોના ખેતરમાં પાણી ભરાઇ જવાથી ખેડૂતો ચિંતામા મુકાયા છે.

canal
canal

By

Published : Nov 28, 2020, 8:20 AM IST


•રાજપુર ભડાણા નર્મદાની માઇનોર કેનાલમાં ગાબડું પડ્યું
•અંદાજિત ૫૦ થી ૬૦ વીઘા જમીનમાં પાણી ફરી વળ્યું
•કપાસ, એરંડા, જીરૂના પાકોમાં પાણી ફરી વળ્યું

વિરમગામઃ વણી થોરીથાંભાના સીમાડે રાજપર ભડાણા નર્મદાની માઇનોર કેનાલમાં ગાબડા પડ્યા અને અંદાજિત છ થી સાત ફૂટનું ગાબડું પડ્યું અને કેનાલમાં ગાબડુ પડતા આજુબાજુના ખેતરોમાં અંદાજિત 50 થી 60 વિઘા જમીનમાં પાણી ફરી વળ્યું હતું અને કપાસ, એરંડા, જીરૂ જેવા ખેડૂતોના ઉભા પાક ઉપર પાણી ફરી વળ્યું હતું.

રાજપર ભડાણા નર્મદાની કેનાલની કામગીરી નબળી છે તેમાં તિરાડો પડી ગઇ છે અમુક જગ્યાએ ઘાસ અને બાવળ ઉગી નીકળ્યા છે. જેની જાણ ખેડૂતોએ મૌખિક સ્વરુપમાં કેનાલના ઓફિસરોને કરેલી છે.

ખેડૂતોના ખેતરમાં પાણી ફરી વળ્યા

કેનાલમાં એક ગાબડું મોટું પડેલ હતું. જોકે ખેડૂતો તે ગાબડું પૂરતા હતા, ત્યારે બાજુમાં અંદાજિત ત્રણ થી ચાર ફૂટ નું બીજુ ગાબડું પડ્યું. ખેડૂતોએ નર્મદાના અધિકારીઓને કેનાલની કામગીરી નબળી છે તેના વિશે મૌખિક જાણ કરી છે. પરંતુ અધિકારીઓએ ખેડૂતોની ફરિયાદ પર કોઈ પણ પ્રકારના પગલા લીધા નથી. અંતે કેનાલ તૂટતા ખેડૂતોના ખેતરોમાં પાણી ફરૂ વળ્યા છે અને ઉભા પાકમાં પાણી ફરી વળતાં ખેડૂતોને પોતાના પાકને લઈ ચિંતા થઈ રહી છે.

નર્મદાની માઇનોર કેનાલમાં ગાબડુ પડતા કપાસ,એરંડા,જીરૂ ના ઉભા પાકમાં પાણી ફરી વળ્યું ખેડૂતો રાતા પાણીએ રોયા.

ABOUT THE AUTHOR

...view details