ગુજરાત

gujarat

ETV Bharat / state

અમદાવાદમાં વિંગ કમાન્ડર અભિનંદનની થીમ પર ગણપતિ બન્યા આકર્ષણનું કેન્દ્ર - ગણપતિ

અમદાવાદ:કોઇ પણ શુભ કાર્યની શરૂઆત જેમના સ્મરણથી કરવામાં આવે છે તેવા વિઘ્નહર્તા ભગવાન ગણેશના મહાપર્વ ‘ગણેશ ચતુર્થી’ની અમદાવાદ સહિત દેશભરમાં ઉલ્લાસપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે. વર્ષના મોટાભાગના દિવસ એવા હોય છે જ્યારે ઇશ્વરના આશિર્વાદ મેળવવા માટે ભક્ત મંદિરમાં જાય છે. પરંતુ ગણેશ ચતુર્થી એક એવું પર્વ છે જ્યારે ભગવાન ગણપતિ ખુદ ભક્તના ઘરે અતિથિ બનીને આવે છે. ચાલુ વર્ષે માટીના ભગવાન ગણેશનું પોતાના ઘર, ફ્લેટ, સોસાયટી, ઓફિસમાં સ્થાપન કરવામાં આવ્યું છે. સાથે સમગ્ર ગુજરાતમાં બે લાખથી પણ વધુ સાર્વજનિક ગણેશોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. અમદાવાદમાં આ વખતે ગણેશ મંડળોમાં પર્યાવરણની જાળવણી થાય તેવા ઇકો ફ્રેન્ડલી ગણેશનું પ્રમાણ વધારે જોવા મળી રહ્યું છે

વિંગ કમાન્ડર અભિનંદનની થીમ પર ગણપતિ બન્યા આકર્ષણનું કેન્દ્ર

By

Published : Sep 4, 2019, 10:53 AM IST


ગણેશ મહોત્સવને લઇ શહેરના વિવિધ વિસ્તારોમાં જુદા જુદા યુવક મંડળો દ્વારા શહેરના ગુલબાઇ ટેકરા, બાપુનગર સહિતના વિસ્તારોમાંથી ગણેશ ભકતોએ દાદાની મૂર્તિઓ ખરીદી દુંદાળા દેવ ગણપતિજીની વાજતે-ગાજતે, ફટકડાની આતશબાજી અને અબીલગુલાલની છોળો વચ્ચે શાહી સવારી કાઢી પોતપોતાના વિસ્તારોના પંડાલ-શામિયાણામાં વિવિધ સ્વરૂપોની આકર્ષક મૂર્તિઓનું વિધિવત રીતે સ્થાપન કરવામાં આવ્યું હતું. દાદાની વિશાળ રેલી, સરઘસ અને શાહી સવારી દરમ્યાન અબીલ-ગુલાલ અને રંગોની છોળો અને ડીજેના તાલ વચ્ચે ગણેશભક્તો થીરકતા જોવા મળ્યા હતા.અમદાવાદ શહેરમાં આ વખતે આશરે ચારેક હજારથી વધુ સ્થળોએ ગણપતિદાદાની મૂર્તિઓનું સ્થાપન કરાયું છે. તો, સેંકડો ગણેશભક્તોએ દાદાની નાની-મોટી આકર્ષક મૂર્તિઓની પોતાના ઘર-નિવાસસ્થાનમાં પધરામઈ અને સ્થાપન કરી પૂજા-ભકિતનો પ્રારંભ કર્યો હતો.

વિંગ કમાન્ડર અભિનંદનની થીમ પર ગણપતિ બન્યા આકર્ષણનું કેન્દ્ર

ગણેશ કુંજ યુવક મંડળ, ધારણીધર દ્વારા આ વર્ષે વિંગ કમાન્ડર અભિનંદન સિંઘની થીમ પર ગણપતિ બનાવમાં આવ્યા છે જ 3 ફટ ઊંચા માટીના ગણેશજીની છે.શહેરના વિવિધ પંડાલોમાં પીઓપી કરતાં માટીની મૂર્તિનો ક્રેઝ વધ્યો છે. ત્યારે આ મંડળ દ્વારા બનાવેલ ગણેશજી શહેરમાં ચર્ચાનું કેન્દ્ર બન્યું છે.

આ મંડળના યુવકો દ્વારા 6 મહિનાથી આ થીમ ની તૈયારી કરવામાં આવી હતી. દર વર્ષે બધા ભેગા મળીને થીમ પર ગણપતિ બનાવે છે. ગત વર્ષે ચંદ્રયાન થીમ હતી જ્યારે એના આગળના વર્ષે પઢેગા ઇન્ડિયા થીમ હતી. અહીંયા રોજ 200 થી 250 જેટલા ભક્તો દર્શન માટે આવતા હોય છે.

ABOUT THE AUTHOR

...view details