ગુજરાત

gujarat

ETV Bharat / state

જ્વેલર્સની દુકાનમાં ડુપ્લિકેટ ઘરેણાં પધરાવી નવા ઘરેણાં લઈ જતી મહિલા ઝડપાઈ - Ahmedabad City Police

અમદાવાદમાં ડુપ્લિકેટ ઘરેણા આપી તેના બદલામાં નવા ઘરેણાં લઈ જતી ટોળકી સક્રિય થઈ છે. જવેલર્સની દુકાનમાં મહિલા ગ્રાહક બની ડુપ્લિકેટ ઘરેણા પધરાવી જાય છે. સામે નવા ઘરેણાં લઈ જવાનો કિસ્સો સામે આવ્યો છે. મહિલા એક જવેલર્સની દુકાનમાં ડુપ્લીકેટ ઘરેણા વહેંચવા પહોંચી હતી. જોકે સ્ટાફની સતર્કતાને અને CCTVને કારણે મહિલા ઝડપાઈ ચૂકી છે. duplicate jewellery, Gang active in Ahmedabad,

જ્વેલર્સની દુકાનમાં ડુપ્લિકેટ ઘરેણાં પધરાવી નવા ઘરેણાં લઈ જતી મહિલા ઝડપાઈ
જ્વેલર્સની દુકાનમાં ડુપ્લિકેટ ઘરેણાં પધરાવી નવા ઘરેણાં લઈ જતી મહિલા ઝડપાઈ

By

Published : Sep 3, 2022, 7:43 PM IST

અમદાવાદશહેરમાં ડુપ્લિકેટ ઘરેણું આપી તેની બદલીમાં નવું ઘરેણું લઈ જતી ટોળકી (Gang active in Ahmedabad)સક્રિય થઈ છે. જ્વેલર્સની દુકાનમાંમહિલા ગ્રાહક બની ડુપ્લિકેટ ઘરેણાં પધરાવી જાય છે અને સામે નવા ઘરેણાં લઈ જવાનો કિસ્સો સામે આવ્યો છે. આ ગેંગના મહિલા એક જ્વેલર્સની દુકાનમાં ડુપ્લીકેટ ઘરેણા વહેંચવા પહોંચી હતી. જોકે સ્ટાફની સતર્કતાને અને CCTVને કારણે મહિલા ઝડપાઈ ચૂકી છે. કોણ છે આ મહિલા અને કઈ રીતે જવેલર્સની દુકાનને(duplicate jewellery)કરી હતી ટારગેટ.

ડુપ્લિકેટ ઘરેણાં પધરાવતી

ડુપ્લીકેટ ઘરેણાં આપી તેની સામે નવા ઘરેણાં લઈ જતીઆમતો જ્વેલર્સની દુકાનોમાં અનેક રીતે ઠગ ટોળકીઓ સક્રિય બની દુકાનદારોને છેતરી જવાના અનેક કિસ્સાઓ સામે આવ્યા છે. અમદાવાદના કૃષ્ણનગરમાં એક મહિલા જવેલર્સની દુકાનમાં જઈનેડુપ્લિકેટ ઘરેણાંઆપી તેની સામે નવા ઘરેણાં લઈ જતી હોવાનો બનાવ સામે આવ્યો છે. ગત તારીખ 31 ઓગસ્ટના સવારના સમયે જગદંબા જ્વેલર્સની દુકાનમાં પીળી (Ahmedabad City Police )ધાતુની સોના જેવી લક્કી લઈને એક મહિલા વેચવા માટે આવી હતી. આ મહિલાને જોતા દુકાનનાં સ્ટાફને શંકા ગઈ હતી અને અગાઉ પણ આ મહિલા બુટ્ટી વેચવા આવી હતી. તે બુટ્ટીની સામે નવી બુટ્ટી લઈ ગઈ હતી.

લક્કી ડુપ્લિકેટ હોવાનું સામે આવ્યુંજોકે મહિલા દ્વારા આપવામાં આવેલી બુટ્ટી ડુપ્લિકેટ હોવાનું સામે આવ્યું હતું. ત્યારે આ જ મહિલા ફરીથી લક્કી લઇને આવી હતી. સ્ટાફને શંકા જતા તેને માલિકને દુકાને બોલાવ્યા હતા. જ્વેલર્સના માલિક દુકાન પર આવતા મહિલાને લક્કી ટેસ્ટ કરાવવાનું કહ્યું હતું જેમાં લક્કી ડુપ્લિકેટ હોવાનું સામે આવ્યું. લકકી ડુપ્લીકેટ હોવાનું કહેતા મહિલા ત્યાંથી નાસી ચૂકી હતી. જ્વેલર્સના સ્ટાફ દ્વારા કૃષ્ણનગરમાં સમગ્ર મામલે પોલીસ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ અને CCTVને આધારે પોલીસે મહિલાની ધરપકડ કરી છે.

જૂની બુટી લઇ સામે નવી બુટ્ટી આપીમહત્વનું છે કે કૃષ્ણનગર વિસ્તારમાં આવેલી જગદંબા જ્વેલર્સના દોઢ બે મહિના અગાઉ પણ આજ મહિલા આવી હતી અને મહિલાને તેની બુટ્ટી આપીને સામે બુટી લેવાની છે તેવું કહીને 21500 રૂપિયામાં તે મહિલા પાસેથી જૂની બુટી લઇ સામે નવી બુટ્ટી આપી હતી. તે સમયે મહિલાએ તેનું નામ નીશાદેવી જણાવ્યું હતું. તે સમયે મહિલા બુટ્ટી આપી સામે બુટ્ટી લઇ ગયેલા હતા.

પોલીસે મહિલાની ધરપકડ કરીજોકે દુકાનદારે તે બુટ્ટી અઠવાડીયા પછી ટેસ્ટીંગ માટે મોકલી તો તે બુટ્ટી સોનાની ન હતી જેથી દુકાનમાં માણસો મહિલાએ લખાયેલા સરનામે ગયા હતા પણ તે સરનામું ખોટું લખવ્યાનું સામે આવ્યું હતું. જોકે ફરીથી ડુપ્લિકેટ લક્કી સાથે પહોંચતા સ્ટાફની સજાગતા થી લક્કીને ચેક કરાવી હતી જે ડુપ્લીકેટ હોવાથી મહિલા વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ છે. હાલતો કૃષ્ણનગર પોલીસે મહિલાની ધરપકડ કરી વધુ પૂછપરછ હાથ ધરી છે. આ મહિલા દ્વારા શહેરની અન્ય કોઈ જ્વેલર્સમાં આ પ્રમાણે ડુપ્લીકેટ ઘરેણાં અધરવી નવા ઘરેણાં કે રૂપિયા લઈને છેતરપિંડી કરી છે કે કેમ અને આ મહિલા સાથે અન્ય કોણ કોણ જોડાયેલું છે તે અંગે પણ પોલીસે તપાસ હાથ ધરી છે.

ABOUT THE AUTHOR

...view details