ગુજરાત

gujarat

ETV Bharat / state

ગાંધીનગર સિવિલ હોસ્પિટલની ગંભીર બેદરકારી છતી થઈ, મૃતદેહને અન્ય પરિવારને આપી દેવાયો - Gandhinagar news

રૂપાણીના રાજમાં કોરોના વાઇરસથી સંક્રમિત લોકોની કોઈ જ કિંમત નથી. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં મૃતદેહો બદલાયેલા અને રઝળતા જોવા મળ્યા છે. ત્યારે તે જ રસ્તા પર હવે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ પણ આવી ગઈ છે. દર્દીઓની સારવાર કરવાની જગ્યાએ તેમના રિપોર્ટમાં જ સમય બરબાદ કરવામાં આવી રહ્યો છે. અને પરિણામો સ્વજનને ભોગવા પડી રહ્યા છે. સ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ છે કે પોતાના પરિવારજનોના મૃતદેહ પણ પોતાના સ્વજનો મળતો નથી.

etv bharat
ગાંધીનગર: સિવિલના બે જવાબદાર કર્મીઓએ સ્વજનનોએ અન્ય મૃતદેહ આપી દીધો

By

Published : Jun 5, 2020, 10:25 PM IST

ગાંધીનગર: રાજ્ય સરકાર કોરોના વોરિયર તરીકે ગણાતા પોલીસ કર્મચારીઓને માનપાન આપવા માટે જાહેરાતો આપી રહી છે. પરંતુ રાજ્યમાં બધું જ દેખાડા માટે થતું હોય એવું સામે આવી રહ્યુ છે. કોરોના વોરિયર્સ ગણાતા ચિલોડા હોમગાર્ડના ઈન્ચાર્જને ગત 3 જૂનના રોજ ફરજ દરમિયાન દુખાવો ઉપડ્યો હતો. જેને લઇને તાત્કાલિક સારવાર માટે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. જ્યાં હૃદય રોગનો હુમલો હોવાનું જણાઇ આવતાં આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યા હતા. પરંતુ ડોક્ટરોની બેદરકારી કહો કે, અધિકારીનું ટૂંકું આયુષ્ય. થોડી રાહત થયા બાદ તબીબોએ તેમને જનરલ વોર્ડમાં દાખલ કરી દીધા હતા. અને તેના થોડા કલાકો બાદ તેમણે આ દુનિયાને અલવિદા કરી દીધી હતી.

ગાંધીનગર: સિવિલના બે જવાબદાર કર્મીઓએ સ્વજનનોએ અન્ય મૃતદેહ આપી દીધો
મૃતક અધિકારીનો કોરોનાના સેમ્પલ લેવામાં આવ્યા હતા. રિપોર્ટ આવ્યા બાદ મૃતદેહ મળશે, તેમ હોસ્પિટલ તંત્રથી જાણવા મળ્યું હતું. બીજી તરફ એમ પણ કહેવામાં આવ્યું કે તમારે મૃતદેહ લઈ જવો હોય તો લઈ જઈ શકો છો. પરિવારજનોએ ચર્ચા કર્યા બાદ મૃતદેહ લઈ જવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. 3 જૂન રાત્રે 9 વાગ્યાના અરસામાં પેકિંગ કરીને રાખવામાં આવેલા મૃતદેહને લઈ જવા માટે જણાવ્યું હતું. ત્યારે પરિવારજનોએ મૃતદેહ જોવાની માંગ કરી હતી. કર્મચારીઓએ નિયમો બતાવતા પરિવારજનોએ પણ પોતાની માંગ પર અડગ રહ્યા હતા. ત્યારબાદ મૃતદેહને ખોલીને બતાવવામાં આવતા અન્ય કોઇ વ્યક્તિનો મૃતદેહ સામે આવ્યો હતો. ત્યારબાદ તંત્રએ પરિવારજનો પાસે ફોટો મંગાવ્યા બાદ સાચો મૃતદેહ આપ્યો હતો. જ્યારે આ બાબતે સુપ્રિટેન્ડન્ટ સાથે વાત કરતા તેમણે કહ્યું કે, આ પ્રકારની ફરિયાદ મારી પાસે આવી નથી પરંતુ હું તેની તપાસ કરાવીશ.

ABOUT THE AUTHOR

...view details