ગુજરાત

gujarat

ETV Bharat / state

કબૂતરબાજ બોબી પટેલની ધરપકડ, ગેરકાયદેસર પાસપોર્ટના આધારે લોકોને મોકલતો હતો વિદેશ

ગાંધીનગરની સ્ટેટ મોનિટરીંગ સેલની ટીમને કબૂતરબાજ બોબી પટેલની પકડવામાં (State Monitoring Cell arrested Bobby Patel) મોટી સફળતા મળી છે. પોલીસે આરોપીની ઑફિસમાં તપાસ કરતા 94 જેટલા બોગસ પાસપોર્ટ મળી આવ્યા હતા. SMCની ટીમ 2 મહિનાથી આરોપીને પકડવા (arrested Bobby Patel with illegal passports) વોચમાં હતી.

કબૂતરબાજ બોબી પટેલની ધરપકડ, ગેરકાયદેસર પાસપોર્ટના આધારે લોકોને મોકલતો હતો વિદેશ
કબૂતરબાજ બોબી પટેલની ધરપકડ, ગેરકાયદેસર પાસપોર્ટના આધારે લોકોને મોકલતો હતો વિદેશ

By

Published : Dec 15, 2022, 3:12 PM IST

ગેરકાયદેસર પાસપોર્ટ મળ્યા

અમદાવાદગાંધીનગરની સ્ટેટ મોનિટરીંગ સેલની ટીમે કબૂતરબાજ બોબી પટેલની (State Monitoring Cell arrested Bobby Patel) ગાંધીનગરથી જ ધરપકડ કરી છે. આરોપી બોબી પટેલ અમદાવાદમાં દરિયાપુરના મનપસંદ જીમખાના કેસમાં (Manpasand Gymkhana Private Limited) ઘણા સમયથી વોન્ટેડ હતો. આ મામલે આરોપીને ઝડપી પોલીસે ચાંદલોડિયા અને ગૂજરાત વિદ્યાપીઠ પાસે આવેલી ઑફિસમાં તપાસ કરી હતી. તો અહીંથી 94 જેટલા બોગસ પાસપોર્ટ મળી આવ્યા હતા.

પોલીસે મુદ્દામાલ કબજે કર્યો પોલીસે વધુ તપાસ કરતા અહીંથી 2 લેપટોપ સહિત અનેક શંકાસ્પદ દસ્તાવેજો કબજે કરવામાં આવ્યા હતા. તો આ મામલે મનપસંદ જીમખાના (Manpasand Gymkhana Private Limited) કેસમા સંકળાયેલા પોલીસકર્મીઓની ACB તપાસ કરી રહી છે. પકડાયેલા આરોપી બોબી પટેલ (State Monitoring Cell arrested Bobby Patel)સામે કબૂતરબાજીના અગાઉ પણ ગુના નોંધાયા છે. આમાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ (Ahmedabad Crime Branch), મહેસાણા, કલકત્તા, દિલ્હી અને મુંબઈ સહિત વિસ્તારમાં ગુનામા સંડોવણી છે.

ગેરકાયદેસર પાસપોર્ટ મળ્યા બોબી પટેલ (State Monitoring Cell arrested Bobby Patel)ગેરકાયદેસર લોકોને અમેરિકા મોકલતો હોવાનું સામે આવતા તેની સામે આ ગુનાઓ નોંધાયા છે. આરોપી બોબી પટેલ પાસેથી (State Monitoring Cell arrested Bobby Patel)પોલીસને યુરોપિયન દેશના વિઝાના ડોક્યુમેન્ટ મળી આવ્યા છે. તો ડિંગુચાના પરિવાર કેસમાં તેની તપાસ કરવામાં આવી રહી છે. 2 મહિનાથી SMCની ટીમ આરોપીની વોચમાં હતી. તે દરમિયાન આરોપી અમેરિકા જતો રહ્યો હોવાની વાત સામે આવી હતી પણ તે ભાડજમાં છૂપાયો હતો. અગાઉ તે ગેરકાયદેસર પાસપોર્ટના ( arrested Bobby Patel with illegal passports) આધારે અમેરિકા ગયો હતો.

બોબીની મદદ કરનારા લોકો સામે કરશે કાર્યવાહી બોબી પટેલે 2019થી કબૂતરબાજી ચાલુ કરી કરી અનેક પરિવારને પણ અમેરિકા મોકલ્યા હતા. દિલ્હીના ચરણજિત અંગે SMCની ટીમ (Gandhinagar State Monitoring Cell) તપાસ કરશે અને આરોપી બોબીની મદદ કરનાર વિરૂદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવશે. આરોપી પાસેથી મળી આવેલા 94 પાસપોર્ટ (arrested Bobby Patel with illegal passports) ગુજરાતીઓના જ હોવાનું ખૂલ્યું છે. આ અંગે વધુ તપાસ શરૂ કરવામાં આવી છે. આ મામલે ઝડપાયેલા બોબી પટેલના રિમાન્ડ મેળવી વધુ તપાસ કરવામાં આવશે. આમાં મોટા ખૂલાસાઓ સામે આવે તેવી શક્યતા સેવાઈ રહી છે.

ABOUT THE AUTHOR

...view details