સતત ચોથા દિવસે ગાંધીનગરના ઘ-4 સર્કલ ખાતે કરવામાં આવી રહેલા ધરણાના કાર્યક્રમમાં બપોરના 1 વાગ્યા સુધી કોંગ્રેસના કોઈ દિગ્ગજ નેતા ફરકયા નથી. ઉલ્લેખનીય છે કે, શુક્રવારે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, હાર્દિક પટેલ, જીગ્નેશ મેવાણી સહિતના નેતાઓ વિદ્યાર્થીઓના સમર્થનમાં આવ્યા હતા. પરંતુ તેના આગલા દિવસે એટલે કે શનિવારે અહીંયા હજી સુધી કોઈ જોવા મળ્યું નથી. બીજી તરફ આંદોલન પણ તૂટી ગયું હોવાથી વિધાર્થીઓની સંખ્યા પણ ખૂબ જ ઘટી રહી છે. બપોરના 1 વાગ્યા સુધીમાં માત્ર 30-40 વિધાર્થીઓ વિરોધ કરતા નજરે ચડ્યાં છે.
SIT રીપોર્ટ મુદ્દે મતભેદ બાદ છાત્ર આંદોલન સમેટાઈ રહ્યું હોવાના એંધાણ - yuvraj sinh
ગાંધીનગર: રાજ્યમાં બિન સચિવાલયની પરીક્ષામાં ગેરરીતિ બાદ પરીક્ષા રદ કરવાની માગ સાથે વિદ્યાર્થીઓ દ્વારા ગાંધીનગરમાં કરવામાં આવેલા ઘેરાવના ચોથા દિવસે છાત્ર આંદોલન સમેટાઈ ગયું હોય તેમ લાગી રહ્યું છે. છાત્ર આંદોલન નેતા યુવરાજ સિંહ અલગ થઈ જતાં વિધાર્થીઓ અને વિપક્ષ તરફથી પૂરતું સમર્થન નહીં મળતા આંદોલન દમ તોડી રહ્યું હોય તેમ જણાઈ આવે છે.
મધ્યપ્રદેશના વ્યાપમ કૌભાંડ કરતાં પણ ગુજરાત સરકારની ગેરરીતિ વધુ મોટી હોવાનો દાવો કર્યો હતો. જ્યારે શૈલેષ ઠક્કર નામના ખેડૂત આગેવાન જે પહેલા દિવસથી આંદોલનને સમર્થન કરી રહ્યાં છે તેમણે જણાવ્યું હતું કે, યુવરાજસિંહ સરકારના SIT લોલીપોપમાં આવી ગયા છે પરંતુ અમારું આંદોલન યથાવત રહેશે. બીજી તરફ યુવરાજ સિંહે એક વીડિયો અપલોડ કરી જણાવ્યું છે કે, આ ખોટી અફવા છે. કોઈ તેનો ભોગ નહીં બનતા. લોકો પોતાના રોટલા શેકી રહ્યાં છે ત્યારે અમને આશા છે કે, નિર્ણય વિદ્યાર્થીઓના પક્ષમાં આવશે.