ગુજરાત ભાજપમાં પણ ભારે ઉત્સાહ અમદાવાદ : વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા " મન કી બાત " નામના રેડિયો કાર્યક્રમ થકી લોકોને પ્રેરણારૂપ માહિતી તેમજ લોકો સુધી લોક હિતની વાત પહોંચાડવામાં આવે છે..આ કાર્યક્રમનો 100મો ભાગ પ્રસ્તુત થવાનો છે ત્યારે સુરત ઇન્ડોર સ્ટેડિયમ ખાતે એક સાથે 10 હજાર લોકો વડાપ્રધાન મોદીની મન કી બાત સાંભળવાના છે. આ કાર્યક્રમમાં નેપાળના હોમ અફેર્સ મિનિસ્ટર પણ હાજર રહેવાના છે. આ વખતે PM મોદીની આ 100મી મન કી બાત છે. ત્યારે સ્ટેડિયમમાં સાંસ્કૃતિક કાર્યક્રમ યોજવાની સાથે 'મન કી બાત'નું આયોજન કરવામાં આવ્યું છે.
100મી મન કી બાત સાંભળવાનું આયોજન :વડાપ્રધાન નરેન્દ્ર મોદી છેલ્લા ઘણા સમયથી મનકી બાતના માધ્યમથી દેશના લોકો સાથે જોડાય છે.જેમાં અનેક સામાજિક અને સંવેદનશીલ મુદ્દાઓ પર લોકો સાથે ચર્ચા કરતા હોય છે. 100મી મન કી બાત યાદગાર બનાવવા માટે આ વખતે સુરત ખાતે મોટું આયોજન કરવામાં આવ્યું છે. સુરત શહેરના પંડિત દિનદયાળ ઉપાધ્યાય ઇન્ડોર સ્ટેડિયમ ખાતે રાષ્ટ્રીય સેના દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ યોજી 100મી મન કી બાત સાંભળવાનું આયોજન કરવામાં આવ્યું છે.
આ પણ વાંચો Gandhinagar News : પીએમ મોદીના મનકી બાત કાર્યક્રમમાં ઉલ્લેખિત ગુજરાતી વ્યક્તિવિશેષો સાથે સીએમનું સ્નેહમિલન યોજાયું
સામાજિક મુદ્દાઓ વિશે ચર્ચા : આ સંદર્ભે આજે ભાજપ ગુજરાત પ્રદેશ પ્રવકતા યમલ વ્યાસે વધુ વિગત આપી હતી. વડાપ્રધાનના "મન કી બાત " કાર્યક્રમ અંગે ચર્ચા કરવામાં આવતા તેમણે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આ અવિસ્મરણીય 100મો મન કી બાત કાર્યક્રમ છેલ્લા સાડા આઠ વર્ષથી રેડિયો અને ટેલિવિઝન પર પ્રસારિત થાય છે. જેમાં સીધા લોકો સાથે જોડાઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સામાજિક મુદ્દાઓ વિશે ચર્ચા કરી છે.
લોકોને પ્રેરણા મળે એવા મુદ્દાઓ : આ કાર્યક્રમમાં ભારત દેશના કરોડો લોકો સાથે સીધા સંપર્કમાં રહી વડાપ્રધાન મોદી લોકોને પ્રેરણા મળે એવા મુદ્દાઓ સાથે સતત સંપર્કમાં રહેવાનો પ્રયત્ન કરી રહ્યા છે. ત્યારે "મન કી બાત" કાર્યક્રમ ગુજરાત સહિત દેશવાસીઓ માટે એક પ્રેરણારૂપ કાર્યક્રમ બન્યો છે. વડાપ્રધાન રેડિયો અને ટેલિવિઝનના માધ્યમથી દેશના લોકો સાથે 'મન કી બાત' કરે છે.
આ પણ વાંચો Mann Ki Baat : સુરતમાં PM મોદીની 100મી મન કી બાત એક સાથે 10 હજાર લોકો સાંભળશે
દરેક નાગરિક સાથે સીધા જોડાય છે પીએમ :નોંધનીય છે કે નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા છે ત્યારથી જ મન કી બાત કાર્યક્રમના માધ્યમથી દેશના દરેક નાગરિક સાથે તેઓ સીધા જોડાય છે. આ કાર્યક્રમમાં દરેક મુદ્દાઓ પર લોકો સાથે વાત કરતા હોય છે. જેમાં સ્પોર્ટ્સ, અંગદાન, પર્યાવરણ સહિતના અનેક મુદ્દાઓ પર વડાપ્રધાનની લોકો સાથે વાત થાય છે. લોકો 'મન કી બાત'ની છ દિવસ સુધી રાહ જોતા હોય છે. આ કાર્યક્રમ સુરતમાં ઉજવાઈ રહ્યો છે ત્યારે વર્ષ 2024ની ચૂંટણીમાં પ્રથમવાર મતદાન કરનાર મતદાતાઓનું પણ કાર્યક્રમ દરમ્યાન સન્માન કરવામાં આવશે. જેથી આ લોકોમાં રાષ્ટ્ર નિર્માણની ભાવના પણ દ્રઢ થાય.