ગુજરાત

gujarat

ETV Bharat / state

પશ્ચિમ રેલવેના ગાંધીધામ અને ભુજના કોચિંગ ડેપોને મળ્યું પ્રતિષ્ઠિત ISO પ્રમાણપત્ર - ISO certification

પશ્ચિમ રેલવેના ગાંધીધામ અને ભુજના કોચિંગ ડેપોને "ઇન્ટિગ્રેટેડ મેનેજમેન્ટ સિસ્ટમ" માટે ISO પ્રમાણપત્ર આપવામાં આવ્યું છે.

પશ્ચિમ રેલવેના ગાંધીધામ અને ભુજના કોચિંગ ડેપોને મળ્યું પ્રતિષ્ઠિત ISO પ્રમાણપત્ર
પશ્ચિમ રેલવેના ગાંધીધામ અને ભુજના કોચિંગ ડેપોને મળ્યું પ્રતિષ્ઠિત ISO પ્રમાણપત્ર

By

Published : Jun 22, 2020, 8:03 PM IST

અમદાવાદ: પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળના ગાંધીધામ અને ભુજના કોચિંગ ડેપોને "ઇન્ટિગ્રેટેડ મેનેજમેન્ટ સિસ્ટમ" માટે ISO પ્રમાણપત્ર આપવામાં આવ્યું છે.

અમદાવાદ મંડળના રેલ પ્રબંધક દિપક કુમાર ઝાએ જણાવ્યું છે કે, કોરોના મહામારીની કપરી પરિસ્થિતિમાં પણ ભારતીય રેલવે દ્વારા યાત્રીઓની સુવિધા માટે ટ્રેનનું સંચાલન સુરક્ષિત રીતે કરવામાં આવી રહ્યું છે. આ સ્ટેશનથી પ્રારંભ થનારી બધી ટ્રેનનું મેન્ટેનન્સ, સાફસફાઈ તથા લિનનની ઉપલબ્ધતા રેલવે દ્વારા પૂરી કરવામાં આવી રહી છે.

પશ્ચિમ રેલવેના ગાંધીધામ અને ભુજના કોચિંગ ડેપોને મળ્યું પ્રતિષ્ઠિત ISO પ્રમાણપત્ર

આ કોચિંગ ડેપોમાં કરવામાં આવેલા કાર્યો અને યાત્રીઓની સુવિધાઓમાં સુધાર લાવવા માટે આ એકીકૃત પ્રબંધન પ્રણાલીને શરૂ કરવામાં આવી છે. આ પ્રણાલીના અંતર્ગત દરેક પાયાની વ્યવસ્થાઓ અને પ્રોસેસને એક સાથે જોડીને ઉત્પાદકતાને વધારવામાં આવે છે. આનાથી કાર્યની ગુણવત્તા અને સુધાર, કર્મચારીઓની સુરક્ષા અને પર્યાવરણનું સંરક્ષણ કરીને હજુ સરળ બનાવાશે. આ ડેપોના પ્રબંધન માટે ISO 9001:2015, એનવાયરમેન્ટ મેનેજમેન્ટ સિસ્ટમના માટે ISO 14001:2015 તથા હેલ્પ અને સેફ્ટી સિસ્ટમ માટે ISO 45001:2018નું પ્રમાણપત્ર રેલવેને આપવામાં આવ્યું છે.

વરિષ્ઠ મંડળ મિકેનિકલ એન્જીનીયર અભિષેક કુમાર સિંહે ડેપો કર્મચારીઓના કાર્યની ગુણવત્તા, પર્યાવરણનું સંરક્ષણ તથા કર્મચારીઓના હેલ્થ અને સેફટી પર વિશેષ ધ્યાન આપવામાં માટે મળેલા આ પ્રતિષ્ઠિત પ્રમાણપત્ર પર પ્રસન્નતા વક્ત કરતા જણાવ્યું કે, મંડળના દરેક કોચિંગ ડેપો પર દરેક ક્ષેત્રોમાં નિરંતર સુધાર કરવામાં આવી રહ્યાં છે.આ પુરસ્કાર કર્મચારીઓની લગન અને મહેનતનું પરિણામ છે.

ABOUT THE AUTHOR

...view details