ગુજરાત

gujarat

ETV Bharat / state

જેલ અને સ્મશાન વચ્ચે આવેલું ગાંધી આશ્રમ સ્વતંત્રતા સંગ્રામનું પ્રતિક - આશ્રમનું ઈતિહાસ

અમદાવાદ: ગાંધી અને ગુજરાત એકબીજાના પર્યાય છે. ગાંધી શબ્દને સાંભળતાની સાથે જ સમયે અમદાવાદ, સાબરમતી નદી અને સાબરમતી આશ્રમની ઝાંખી સામે આવે છે. અમદાવાદના મહેમાન બનતા દેશ - વિદેશના લોકો બાપુના આર્શીવાદ અને માર્ગદર્શન મેળવવા આશ્રમની મુલાકાતે જરૂર આવતા હોય છે. 102 વર્ષ જુના આશ્રમનું ઈતિહાસ પણ અનેરૂ છે. સાબરમતી આશ્રમ એટલે કે ગાંધી આશ્રમ મૂળ સ્મશાન અને જેલ વચ્ચે આવેલું હોવાથી ગાંધી માનતા કે સ્વતંત્રતાની લડતમાં ક્યાં તો માણસ જેલ ભેગો થશે નહિતર સ્મશાનમાં સ્થાન પામશે.

ગાંધી આશ્રમ

By

Published : Aug 18, 2019, 11:57 AM IST

Updated : Aug 18, 2019, 2:28 PM IST

વિશ્વમાં સુપ્રસિદ્ધ સાબરમતી આશ્રમ એટલે કે ગાંધી આશ્રમનું મૂળ નામ હરિજન આશ્રમ હતું. જોકે સરકારે આ શબ્દના ઉપયોગ પર પ્રતિબંધ ફરમાવ્યો છે અને ગાંધીનું નિવાસ સ્થાન હોવાથી ગાંધી આશ્રમના નામથી પ્રચલિત થયું છે.અહીં મહાત્મા ગાંધી તેમની પત્ની કસ્તુરબા ગાંધી, વિનોબા ભાવે અને મગનલાલ ગાંધી સાથે રહેતા હતા.આશ્રમમાં ગાંધીજી સાથે સંકળાયેલી તમામ વસ્તુ જેમ કે ચરખો, ચસ્મો, હદ્યકુંજ,નંદની સહિતના સ્મારક તેની ભવ્યતાને ચારચાંદ લગાડે છે.

સ્વતત્રંતા લડતમાં સીધી રીતે સંકળાયેલા ગાંધી આશ્રમનું લોકાપર્ણ પૂર્વ વડાપ્રધાન જવાહરલાલ નેહરૂ દ્વારા કરવામાં આવ્યું હતું.આશ્રમમાં આવેલા નંદની ભવનમાં સરદાર વલ્લભભાઈ પટેલ, જવાહરલાલ નેહરૂથી લઈને ઈમામ સાહેબ સુધી તમામ દિગ્ગજો રોકાતા હતા. પાલડીમાં આવેલા કોચરબ આશ્રમની જગ્યા ઓછી પડતા સાબરમતી આશ્રમની સ્થાપના કરવામાં આવી હતી. વર્ષ 1917માં સ્થાપના બાદ 13 વર્ષ બાપુ અહીં રહ્યા હતા અને 1930માં દાંડી કૂચ વખતે તેમણે પ્રણ લીધું હતું કે જ્યાં સુધી સ્વતત્રતાં નહિ મળે ત્યાં સુધી આશ્રમમાં પ્રવેશ લેશે નહિ.1930 બાદ ગાંધીજી ઘણી વખત અમદાવાદમાં આવ્યા પરતું આશ્રમમાં પ્રવેશ લીધું નહિ. મીઠાના સત્યાગ્રહની શરૂઆત પણ અહીંથી કરવામાં આવી હતી.

ગાંધી આશ્રમ સ્વતંત્રતા સંગ્રામનું પ્રતિક

ગાંધી આશ્રમમાં આવેલા તમામ ઐતિહાસિક ઈમારત આગવું ઈતિહાસ ધરાવે છે. હદ્યકુંજમાં ગાંધી તેમના પરિવાર સાથે રહેતા હતા જ્યારે પાસે આવેલા નંદની ભવનમાં દેશ - વિદેશથી આવતા લોકો માટે રોકાવવાનું ગેસ્ટ હાઉસ તરીકેની ઈમારત હતી. ઉપાસના મંદિરમાં ગાંધી દરરોજ પૂજા કરતા હતા.આ તમામ ઈમારતોને ગાંધીજીની હત્યા બાદ મ્યુઝિયમમાં ફેરવી દેવામાં આવી હતી. જ્યાં મહાત્માં ગાંધી દ્વારા લખાયેલા 25 હજારથી વધુ દસ્તાવેજ કે જેના 1.50 લાખ જેટલા પાના છે તેનો સંગ્રહ કરવામાં આવ્યો છે. આજના ઈન્ટરનેટ યુગમાં વધુ લોકો સુધી માહિતી પહોંચે તેના માટે મહાત્મા ગાંધી હેરિટેજ પોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે. જેમાં લોકોને ગાંધીજી અને તેમની સાથે સંકળાયેલી માહિતીનું ભંડાર જાણવા મળશે.

મળતી માહિતી પ્રમાણે મહાત્મા ગાંધીની 150મી જન્મજયંતિ નિમિતે વડાપ્રધાન મોદી અમદાવાદ અને ખાસ કરીને ગાંધી આશ્રમની મુલાકાતે આવી શકે છે અને 15મી ઓગ્સ્ટના દિવસે ખાદીની બેગના ઉપયોગ વિશે જે વાતચીત કરી હતી એ મુદ્દે ખાદીની થેલીના સ્ટોર અંગે જાહેરતા પણ કરી શકે છે.

Last Updated : Aug 18, 2019, 2:28 PM IST

ABOUT THE AUTHOR

...view details