અમદાવાદઃ શહેરમાં ડોનાલ્ડ ડ્રમ્પ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી 24 ફેબ્રુઆરીએ અમદાવાદ એરપોર્ટથી સીધા ગાંધી આશ્રમ જશે. ગાંધી આશ્રમ ખાતે 10 મિનિટ જેટલો સમય મુલાકાત કરીને મોટેરા સ્ટેડિયમ જવા રવાના થશે. ગાંધી આશ્રમની મુલાકાતને લઈને અલગ અલગ એજન્સીઓ દ્વારા ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. શનિવારના રોજ ગાંધી આશ્રમ ખાતે SPG અને અમેરિકની સલામતી એજન્સીઓ દ્વારા આશ્રમમાં મુલાકાત લેવામાં આવી હતી.
અમદાવાદના ગાંધી આશ્રમમાં અમેરિકાની સિક્રેટ એજન્સી દ્વારા સમીક્ષા શરૂ - સુરક્ષા એજન્સીઓ
અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ પ્રમુખની અમદાવાદની મુલાકાતને લઈને દેશની અનેક સુરક્ષા એજન્સીઓએ અમદાવાદમાં ધામા નાખ્યા છે, ત્યારે ગાંધી આશ્રમ ખાતે અમેરિકાની સિક્રેટ એજન્સી દ્વારા ચકાસણી કરીને સમીક્ષા કરવામાં આવી હતી.
![અમદાવાદના ગાંધી આશ્રમમાં અમેરિકાની સિક્રેટ એજન્સી દ્વારા સમીક્ષા શરૂ અમદાવાદના ગાંધી આશ્રમમાં અમેરિકાની સિક્રેટ એજન્સી દ્વારા સમીક્ષા શરૂ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6087081-thumbnail-3x2-ahm.jpg)
અમદાવાદના ગાંધી આશ્રમમાં અમેરિકાની સિક્રેટ એજન્સી દ્વારા સમીક્ષા શરૂ
અમદાવાદના ગાંધી આશ્રમમાં અમેરિકાની સિક્રેટ એજન્સી દ્વારા સમીક્ષા શરૂ
આશ્રમમાં અલગ અલગ સ્થળોની સમીક્ષા કરવામાં આવી હતી અને આશ્રમનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. જો કે, હજુ તો એજન્સીઓ દ્વારા આશ્રમની રોજ મુલાકાત લેવામાં આવશે. અંતિમ સમય સુધી સુરક્ષાના હેતુથી આશ્રમના કાર્યક્રમની કોઈ સત્તાવાર જાહેરાત પણ કરવામાં નહીં આવે તેવી શકયતા છે. ગાંધી આશ્રમ બાદ સ્ટેડિયમ જવાના રુટ પર પણ એજન્સીઓ દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.
Last Updated : Feb 15, 2020, 9:21 PM IST