અમદાવાદ: આગામી સમયમાં ગણપતિ મહોત્સવ આવી રહ્યો છે, ત્યારે યાત્રીઓની અતિરિક્ત સંખ્યા અને તેમની સુવિધાઓને ધ્યાનમાં રાખીને અમદાવાદથી મહારાષ્ટ્રના સાવંતવાડી રોડ અને કુડાલ સ્ટેશન વચ્ચે બે સાપ્તાહિક વિશેષ ટ્રેનોની કુલ 8 ટ્રીપ 'ગણપતિ વિશેષ ટ્રેનો' દ્વારા ચલાવવામાં આવશે.
(1) ટ્રેન નંબર 09416/09415, અમદાવાદ-કુડાલ- અમદાવાદ
આ ટ્રેન નંબર 09416, અમદાવાદથી મહારાષ્ટ્રના કુડાલ ખાતે જશે. જે સાપ્તાહિક રહેશે. આ ટ્રેનની ચાર ટ્રીપનું આયોજન કરાયું છે. અમદાવાદ ટુ કુડાલ સ્પેશ્યિલ ટ્રેન 18 અને 25 ઓગસ્ટના રોજ (દર મંગળવારે), સવારે 9:30 અમદાવાદથી ઉપડશે અને પ્રતિ બુધવારે 4:30 વાગ્યે કુડાલ સ્ટેશને પહોંચશે. સ્પેશ્યિલ ટ્રેન નંબર- 09415, 19 અને 26 ઓગસ્ટે બુધવારે સવારે 5:30 કુડાલથી ઉપડીને દર ગુરૂવારે રાત્રે 12:15 વાગ્યે અમદાવાદ પહોંચશે.
આ વિશિષ્ટ ટ્રેન બંને દિશામાં વડોદરા, સુરત, વાપી, વસઈ રોડ, પનવેલ, રોહા, માનગાંવ, વીર, ખેડ, ચીપલુન, સાવરદા, અરાવલી રોડ, સંગમેશ્વર રોડ, રત્નાગીરી, રાજાપુર રોડ, વૈભવવાડી રોડ, કાનકવલી અને સિંધુદુર્ગ સ્ટેશનો પર થોભશે. આ વિશેષ ટ્રેનમાં સ્લીપર, થર્ડ એસી, સેકન્ડ એસી તથા દ્વિતીય શ્રેણી માટે આરક્ષિત કોચ રહેશે અને આ વિશેષ ટ્રેનોનું આરક્ષણ તમામ કોમ્પ્યુટરાઈઝ આરક્ષણ કેન્દ્રો અને આઇઆરસીટીસીની વેબસાઈટ પર 17 ઓગસ્ટ, 2020 થી શરૂ થશે. આ ટ્રેન વિશેષ ભાડા સાથે ચાલશે.