ગુજરાત

gujarat

ETV Bharat / state

ધોલેરા તાલુકાનું ગાંફ ગામ બન્યુ કોરોના મુક્ત ગામ - Villagers

ધોલેરા તાલુકાનુ ગાંફ ગામ કોરોના મુક્ત ગામ બન્યું છે, ગાંફ ગ્રામ પંચાયતના સરપંચ, ઉપસરપંચ તેમજ પંચાયતના તમામ સદસ્યો દ્વારા ગામમાં સતત સફાઇ ઝુંબેશ, ગામમાં સેનેટાઈઝ કામગીરી, દવા છંટકાવ જેવી કામગીરી સમય અંતરે કરવામાં આવી રહી છે તો સાથે કોઈપણ વ્યક્તિ માસ્ક વિના ઘરની બહાર ના નીકળે તે અંગે કાળજી લેવામાં આવે છે અત્યારે દૂધ શાકભાજી જે કરિયાણા માટે સવાર અને સાંજે બે કલાકની છૂટછાટ આપવામાં આવે છે.

corona
ધોલેરા તાલુકાનું ગાંફ ગામ બન્યુ કોરોના મુક્ત ગામ

By

Published : May 22, 2021, 2:08 PM IST

  • ધોલેરાનું ગાંફ ગામ બન્યુ કોરોના મુક્ત ગામ
  • ગામવાસીઓની સતર્કતાને કારણે ગામમાં કોઈ મૃત્યુ નહીં
  • ગામવાસીઓ પાળી રહ્યા છે તમામ નિયમો

અમદાવાદ: કોરોના મહામારીની બીજી લહેરમાં ગામડાઓ પણ કેસમાં વધારો થયો છે. હાલ કોરોના કેસમાં ધીરે ધીરે ઘટાડો આવી રહ્યો છે, ગામડાઓ પણ ધીરે ધીરે કોરોના મુક્ત બની રહ્યા છે. ધોલેરાનું ગાંફ ગામ કોરોના મુક્ત બની ગયુ છે. ગામના આગેવાનો અને ગામના લોકોએ પહેલેથી જ સતર્કતા રાખી હતી અને 10 બેડનો આઈસોલેશન સેન્ટર પણ બનાવ્યું હતું. ગામવાસીઓની જાગૃતતનાને કારણે ગામમાં આજદીન સુધી કોઈ મૃત્યું નથી થયું.

ધોલેરા તાલુકાનું ગાંફ ગામ બન્યુ કોરોના મુક્ત ગામ

આ પણ વાંચો : મારુ ગામ કોરોના મુક્ત, આણંદના ગાજણા ગામે કોરોનાને ભગાવવા કસી કમર

પરિસ્થિતી અંગે ચર્ચા

ગાંફ ગ્રામ પંચાયતના સરપંચ ,ઉપસરપંચ તેમજ પંચાયતના સદસ્યો અને ગ્રામજનોની અવારનવાર પંચાયત ખાતે બેઠક યોજી ગામના લોકોની તંદુરસ્તી અંતર્ગત ચર્ચા વિચારણા કરવામાં આવે છે અને જરૂરિયાત કોઈ ઉપસ્થિત થાય તો તમામના સાથ અને સહકારથી તે કાર્યને પૂર્ણ કરવામાં આવે છે, સરકાર ની ગાઈડ લાઈન પ્રમાણે ના નિયમોનું ગ્રામજનો ચુસ્તપણે પાલન કરે છે પરિણામ સ્વરૂપે જ ગાંફ ગામ કોરોના મુક્ત ગામ બન્યું છે.

ABOUT THE AUTHOR

...view details