ગુજરાત

gujarat

ETV Bharat / state

જુદી જુદી કોમોડિટી પર સટ્ટો રમતા શકુનીઓ પકડાયા, પીસીબીએ પાડ્યા દરોડા - shahibag police

અમદાવાદમાં આવેલ શાહીબાગ વિસ્તારમાં (Ahmedabad shahibag police) વૈભવી ફ્લેટમાં ઓનલાઈન એપ્લિકેશનથી ક્રિકેટથી માંડીને દરેક પ્રકારની સ્પોર્ટ્સ, સોના-ચાંદી, ક્રિપ્ટો કરન્સી, ઘઉં-ચોખાથી માંડીને ઓઈલ સુધીના તમામ બજારનો ઓનલાઈન સટ્ટો રમાડતા હતા.જેની બાતમી પોલીસને મળતા સટ્ટો રમાડતા બુકીની પીસીબીએ ધરપકડ કરી છે.

ઘઉંથી માંડી ક્રિપ્ટો સુધીનો સટ્ટો રમાડતા બુકીની પીસીબીએ કરી ધરપકડ
ઘઉંથી માંડી ક્રિપ્ટો સુધીનો સટ્ટો રમાડતા બુકીની પીસીબીએ કરી ધરપકડ

By

Published : Oct 12, 2022, 4:11 PM IST

અમદાવાદશહેરના શાહીબાગ (Shahibaug area) વિસ્તારની અંદર ફોન ઓનલાઈનએપ્લિકેશનથી ક્રિકેટથી માંડીને દરેક પ્રકારની સ્પોર્ટ્સ, સોના-ચાંદી, ક્રિપ્ટો કરન્સી, ઘઉં-ચોખાથી માંડીને ઓઈલ સુધીના તમામ બજારનો ઓનલાઈન સટ્ટો રમાડતા બુકીની પીસીબીએ (bookie arrested by the PCB) ધરપકડ કરી છે.

સટ્ટા રમાડતો શાહીબાગ સ્પેક્ટ્રમ ટાવર ખાતેના વૈભવી ફલેટમાં આ બુકી સટ્ટો રમાડતો હતો. પોલીસે (Ahmedabad shahibag police) તેની પાસેથી 2 ફોન અને રોકડા રૂ.2.30 લાખ કબજે કર્યા હતા. સનમ પંજવાણી મોબાઈલમાં એપ્લિકેશનથી ઓનલાઈન તમામ પ્રકારના સટ્ટારમાડતો હોવાની બાતમીને આધારે પીસીબી પીઆઈ (bookie arrested by the PCB) તરલ ભટ્ટે રેડ પાડી હતી.

ગ્રાહકોની માહિતી વિવિધ એપની મદદથી સનમ પંજવાણી ક્રિકેટ, ફૂટબોલ, વોલીબોલ, હોકી, ચેસ, ટેનિસ, ટેબલ ટેનિસ સહિતની તમામ સ્પોર્ટ્સ ઉપર, સોનું, ચાંદી, કોપર, આર્યન, ડોલર, યુરો, પાઉન્ડ, ઘઉં, ચોખા, ક્રૂડ ઓઈલ સહિત તમામ ઉપર સટ્ટો રમાડતો હતો. પોલીસે (Ahmedabad shahibag police) તેમના ગ્રાહકોની માહિતી એકત્ર કરવાનું શરૂ કર્યું છે.

ABOUT THE AUTHOR

...view details