- રાજકીય પક્ષોની સંપત્તીમાં થતો સતત વધારો, સૌથી વધુ ભાજપ પાસે સંપત્તી
- વર્ષ 2016-17માં 3260.81 કરોડ રૂપિયાની હતી મિલકત
- વર્ષ 2018-19માં ભાજપ પાસે 5349.25 કરોડ રૂપિયાની મિલકત હતી
- વર્ષ 2016-17માં 854.75 કરોડ રૂપિયાની હતી મિલકત
- કોંગ્રેસ પાસે વર્ષ 2018-19માં 928.84 કરોડ રૂપિયાની મિલકત
અમદાવાદઃ ADR (Association for Democratic Reforms) દ્વારા દેશની રાજકીય પાર્ટીઓ પાસે રહેલી મિલકતનો એક એનાલિસીસ રિપોર્ટ જાહેર કર્યો છે. જેમાં જણાવ્યા અનુસાર સત્તામાં રહેલી રાજકીય પાર્ટીની મિલકતમાં મોટો વધારો થયો છે. કારણ કે, રાજકીય ફંડ આપનારા લોકો પણ સત્તાના લોકો સાથે મળીને કામ કરતા હોવાની આશંકા છે. જે પાર્ટી સત્તામાં હોય તે ફંડ આપનારા લોકોના કામ પણ ઝડપથી કરતી હોય છે. દરેક રાજકીય પક્ષોએ પોતાનો મિલકતની વિગત અને ઓડિટ રિપોર્ટ ભારતીય ચૂંટણી પંચને સોંપવાના હોય છે. જેમના આધારે (ICAI) The Institute of Chartered Accountants of India દ્વારા એક ગાઇડલાઇન પણ બનાવવામાં આવી છે. જેના આધારે તમામ વિગતો જાહેર કરવામાં આવે છે.
આ પણ વાંચોઃપેટા ચૂંટણીની 8 બેઠકોના ઉમેદવારોનું પૃથક્કરણ : 80માંથી 14 ઉમેદવારોના ગુનાહિત ઇતિહાસ
એસોસિએશન ઓફ ડેમોક્રેટિક રિફોર્મ્સ(ADR)ના દ્વારા તાજેતરમાં જ વર્ષ 2018-19ના આંકડાઓ જાહેર કરવામાં આવ્યા છે. 7 રાષ્ટ્રીય પક્ષોની મિલકત 5 હજાર કરોડ રૂપિયાથી પણ વધુ છે. જે વર્ષ 2017-18માં 3,465 કરોડની આસપાસ હતી. માત્ર એક જ વર્ષમાં મિલકતમાં મોટો વધારો થયો છે. દેશમાં સૌથી વધુ મિલકત ધરાવતી ભારતીય જનતા પાર્ટી પાસે વર્ષ 2018-19માં 2904.18 કરોડની મિલકત હતી. વર્ષ 2017-18માં 1483.35 કરોડની મિલકત હતી. વર્ષ 2016-17માં 1213.13 કરોડની મિલકત હતી. બીજા ક્રમે ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ આવે છે, જેમની પાસે વર્ષ 2018-19માં 928.84 કરોડની મિલકત હતી. જયારે ત્રીજા નંબરે BSP છે. જેમની પાસે વર્ષ 2017-18માં 716.72 કરોડની મિકલત હતી. જે વધીને વર્ષ 2018-19માં 738 કરોડની મિલકત થઇ હતી.