ગુજરાત

gujarat

ETV Bharat / state

Friendship day 2023: આ જુડવા બહેન નહિ પણ મિત્રો છે, જાણો પંદર વર્ષની દોસ્તીની કહાણી - Friendship day 2023

આજે ફ્રેન્ડશીપ ડે ઓગસ્ટ મહિનાના પ્રથમ રવિવારે મિત્રતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. દરેક લોકો કૃષ્ણ અને સુદામા જેવા મિત્રની શોધ કરતા હોય છે. પરંતુ આજના આધુનિક સમયમાં આવા મિત્રો બનવા ખૂબ જ મુશ્કેલ હોય છે. પરંતુ અમે તમને એક એવા મિત્રો વિશે જણાવીશું કે બંને મિત્ર પોતાના લગ્નજીવનમાં વ્યસ્ત હોવા છતાં પણ પોતાની મિત્રતાની જવાબદારી સફળતાપૂર્વક નિભાવી રહ્યા છે.

Etv Bharat
Etv Bharat

By

Published : Aug 6, 2023, 12:19 PM IST

Updated : Aug 6, 2023, 1:43 PM IST

15 વર્ષના મિત્રતામાં સુખ અને દુઃખમાં બંનેમાં સાથ આપી મિત્ર તરીકેની જવાબદારી નિભાવી

અમદાવાદ: ગુજરાતીમાં કહેવત છે કે "શેરી મિત્ર સૌ મળે તાળી મિત્ર અનેક" આજના સમયમાં સારા મિત્રો મળવા એ ખૂબ જ મુશ્કેલ છે. મિત્રો એને જ કહી શકાય કે જે સુખમાં સાથ આપે અને દુઃખના સમયમાં છટકી ન જાય. નાના બાળકો અને યુવાન વચ્ચે, છોકરા અને છોકરી વચ્ચે, છોકરી અને છોકરી વચ્ચે છોકરા અને છોકરા વચ્ચે મિત્રતા હોય છે. ત્યારે તમને આજ એવા બે મિત્રોની વાત કરવા જઈ રહ્યા છીએ કે જેમણે પોતાના 15 વર્ષના મિત્રતામાં સુખ અને દુઃખમાં બંનેમાં સાથ આપી એક મિત્ર તરીકેની જવાબદારી નિભાવી છે.

2008માં પહેલી મુલાકાત:પ્રતીક્ષા પરીખે ETV ભારત સાથે વાત કરતા જણાવ્યું હતું કે હું અને વંદના પહેલી વખત 2008માં એક મેકઅપ એકેડમીમાં મળ્યા હતા. મારું જોઈનિંગ થયા બાદ દસ દિવસ પછી વંદનાએ તેજ એકેડમી જોઈન કરી હતી. છ મહિનામાં મારો કોર્સ પૂર્ણ થઈ જતા મેં એકેડમીમાં જવાનો બંધ કરી દીધું હતું અને મારા લગ્ન થઈ જતા હું મારા ઘર સંસારમાં ખૂબ જ વ્યસ્ત થઈ ગઈ હતી. જેના કારણે અમારા બંનેને જોડે વાતચીત ખૂબ જ ઓછી થઈ ગઈ હતી.

5 વર્ષ બાદ અચાનક મુલાકાત: વંદના અને પ્રતીક્ષાને માત્ર એક મહિનાની અંદર એકાદ વાર ટેલિફોનિક વાતચીત થતી હતી. વંદનાનો પણ મેકઅપ એકેડમીમાં કોર્સ પૂર્ણ થતા તેના લગ્ન પણ ભાવનગર થઈ ગયા હતા. જેના કારણે હવે પ્રતીક્ષા પણ પોતાના લગ્ન જીવનમાં ખૂબ જ વ્યસ્ત થઈ ગઈ હતી. જેના કારણે 5 વર્ષ સુધી બંને એકબીજાને મળી શક્યા નહીં. પરંતુ પાંચ વર્ષ બાદ અચાનક એવો સમય આવ્યો કે બંને મિત્ર એક મેકઅપ આર્ટિસ્ટ બની ગયા હતા. મણિનગરમાં એક લગ્ન પ્રસંગમાં વંદનાને વર પક્ષથી જ્યારે પ્રતીક્ષાને કન્યા પક્ષથી તૈયાર કરવાનો ઓર્ડર મળ્યો હતો. પરંતુ બંને આ વાતથી અજાણ હતા.

પંદર વર્ષની દોસ્તી

તમામ રૂપે મદદરૂપ:બંને મિત્ર મણિનગરમાં જ્યારે આ પ્રસંગમાં તૈયાર કરવા પહોંચ્યા તે સમયે પાંચ વર્ષ બાદ અચાનક બંને એકબીજાને મળ્યા ત્યારે બંનેના ચહેરા ઉપર ખુશી ખૂબ જ અલગ પ્રકારની જ જોવા મળતી હતી. આ સમય એવો હતો કે બંને મિત્ર પાંચ વર્ષ બાદ અચાનક મળી રહ્યા હતા. ત્યારથી લઈને આજ સુધી તેઓ બંને ખૂબ જ સારા મિત્ર બની ગયા છે. બંને એકબીજાને સુખ દુઃખમાં સરખો ભાગ આપી રહ્યા છે. લોકો પણ બંનેને મિત્ર નહીં પરંતુ બંને સગી બહેનની જેમ જોઈ રહ્યા છે.

મિત્ર માટે પોતાના ગ્રાહકની કુરબાની:એક એવો સમય આવ્યો કે પ્રતીક્ષાનો અચાનક અકસ્માત થતા તે ખૂબ જ ગંભીર રીતે ઈજાગ્રત થઈ હતી. જેમાં તેના હાથમાં ગંભીર ઇજાગ્રસ્ત થતા ડોક્ટર દ્વારા છ થી સાત મહિના સુધી આરામ કરવાનો જણાવ્યું હતું. બીજી બાજુ દિવાળીનો પણ તહેવાર હોવાથી અનેક લોકોએ તૈયાર થવા માટે બુકિંગ પણ કરાવ્યું હતું. જેને લઈને પ્રતીક્ષા ખૂબ જ પરેશાન જોવા મળી રહી હતી. આવા સમયમાં જ સાચો મિત્ર કેટલો ઉપયોગી આવે છે તે જ બતાવે છે અને આવા જ સમયે વંદના પોતાના ગ્રાહકે કરાવેલું એડવાન્સ બુકિંગ રદ કરીને પ્રતીક્ષાની ગ્રાહક તૂટે નહીં તે માટે તેણે પ્રતીક્ષાએ કરેલા તમામ ગ્રાહકોનું કામ પૂર્ણ કરી આપ્યું અને તેમાંથી મેળવેલ તમામ રૂપિયા પ્રતીક્ષાને આપ્યા હતા. જેને પોતાના ગ્રાહકનું નહીં પરંતુ પોતાની મિત્રના ગ્રાહક ન તુંટે તેનું ધ્યાન રાખ્યું હતું.

તમામ કામ એકસાથે: વંદના ETV ભારત સાથે વાત કરતા જણાવ્યું હતું કે હું અને પ્રતીક્ષા મારા લગ્ન થયાને પાંચ વર્ષ બાદ અમદાવાદ અચાનક એક લગ્ન પ્રસંગમાં મળ્યા હતા. ત્યારથી લઈને અત્યાર સુધી જ અમે તમામ કામો સાથે જ કરી રહ્યા છીએ. બંને એકબીજાને મદદરૂપ થઈ રહ્યા છીએ.

વંદના જયપુર હોસ્પિટલમાં દાખલ: વંદના અને પ્રતીક્ષા એક વખત પોતાના વ્યવસાય અર્થે કારણે રાજસ્થાનના જેસલમેરમાં જવાનું થયું હતું ત્યાં અચાનક વંદનાની તબિયત બગડતા જેસલમેરની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવી પડી હતી. પરંતુ ત્યાંથી પણ વધારે તબિયત બગડતા તેને જયપુરની એક ખાનગી હોસ્પિટલમાં ખસેડવી પડી હતી. વંદનાની તબિયત બગડી છે તેવું વંદનાના પરિવારને જાણ કરવામાં આવી ન હતી. કારણ કે વંદના ઇચ્છતી હતી કે મારા પરિવારના લોકો વધારે પરેશાન ન થાય. ત્યારે પ્રતીક્ષાએ ખડે પગે રહીને તે કામ કર્યું હતું. સાથે જ અમુક ટ્રીટમેન્ટ વખતે જે પેપર વર્કમાં પરિવારના સભ્યોની જવાબદારીની સહી જરૂર પડતી હોય છે. તે પેપરમાં પ્રતીક્ષાએ પોતાની જવાબદારી લઈને સહી કરી તેનો જીવ બચાવવા માટે જરૂરી પગલા લીધા હતા.

આજે ફ્રેન્ડશીપ ડે પર એક એવા મિત્રની વાત કરીએ જેની દોસ્તી સૌથી અનોખી છે

  1. ફ્રેન્ડશીપ ડે: રૂપાલાએ 44 વર્ષ જૂની મિત્રતા નિભાવી, ભેટી પડ્યા
Last Updated : Aug 6, 2023, 1:43 PM IST

ABOUT THE AUTHOR

...view details