ભાર્ગવ રોડ પર પ્રતાપસિંગની ચાલી આવેલી છે. આ ચાલીમાં રહેતા પારસ નામના યુવાનની હત્યા થઈ છે. પોલીસને આ મામલે પ્રાથમિક તપાસમાં પારસના મિત્રોએ જ તેનું ખૂન કર્યું હોવાનું જણાવા મળ્યું છે.
અમદાવાદમાં મિત્રો બન્યા કટપ્પા, 4 મિત્રોએ મળી 1 મિત્રની હત્યા કરી - ahemdabad crime news
અમદાવાદઃ શહેરના મેઘાણીનગર વિસ્તારમાં આવેલા ભાર્ગવ રોડ પર આવેલી એક ચાલીમાં ચાર મિત્રોએ મળી મિત્રનું કાસળ કાઢી નાખ્યું હતું. જૂની અદાવતમાં હત્યા થઈ હોવાની શક્યતા છે.
સમગ્ર બનાવમાં આરોપીઓને પારસ નામના યુવક સાથે કોઈકારણોસર અદાવત બંધાઈ હતી. જેના કારણે ચાર શખ્સો હથિયારો સાથે ઘસી આવ્યા હતા. પ્રતાપસિંહની ચાલીમાં રહેતો પારસ ઘરે એકલો હતો. આ સમયે દારૂ પીધેલી હાલતમાં ચાર શખ્સોએ સાથે મળીને પોતાનાં જ મિત્ર પારસની હત્યા કરી હતી.
હત્યાની ઘટનાની જાણ થતા, મેઘાણીનગર પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. આસપાસના રહેવાસીઓ એકઠા થઈ ગયા હતા. ઇજાગ્રસ્ત પારસને ઘટના સ્થળે પ્રાથમિક સારવાર આપવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ તેને સારવાર મળે તે પહેલાં તેનું મોત નિપજ્યું હતું. સમગ્ર મામલે પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.