ગુજરાત

gujarat

ETV Bharat / state

Ahmedabad Crime: ટ્રાન્સપોર્ટના વેપારીઓ સાથે ઠગાઈ આચરનાર ઝડપાયો, અનેક ગુનાના ભેદ ઉકેલાયા - transport traders caught from Ahmedabad

આજ સુધી તમે અલગ અલગ રીતે છેતરપિંડી કરતા ઠગ લોકોના કિસ્સાઓ જોયા હશે. પણ આજ એક એવા ઠગની વાત કરવી છે કે જે કંપનીઓ અને ટ્રાન્સપોર્ટરોને પોતાનો શિકાર બનાવતો હતો. આ ઠગે ફક્ત ગુજરાતમાં જ નહિ પણ અન્ય રાજ્યોમાં પણ અનેક કંપનીઓ અને ટ્રાન્સપોર્ટરો સાથે છેતરપિંડી કરી છે.

Ahmedabad Crime: ટ્રાન્સપોર્ટના વેપારીઓ સાથે ઠગાઈ આચરનાર ઝડપાયો, અનેક ગુનાના ભેદ ઉકેલાયા
Ahmedabad Crime: ટ્રાન્સપોર્ટના વેપારીઓ સાથે ઠગાઈ આચરનાર ઝડપાયો, અનેક ગુનાના ભેદ ઉકેલાયા

By

Published : Mar 24, 2023, 4:51 PM IST

અમદાવાદ: રાજયમાં ક્રાઇમના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. ક્રાઇમના બનાવો પણ અલગ-અલગ બની રહ્યા છે. ત્યારે અમદાવાદમાં પણ ગત 6 માર્ચના રોજ અસલાલી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાઈ હતી. જેમાં બાલાજી રોડલાઇન્સ ટ્રાન્સપોર્ટના માલીકે સંદીપ સોરેને સેફ એન્ડ સિક્યોર લોજીસ્ટીક પ્રાઇવેટ લીમિટેડ કંપનીમાંથી 9 ટ્રકને સામાન ભરી કુલ 3 લાખ 84 હજાર રૂપિયા ભાડા પેટે નક્કી કર્યા હતા. ટ્રક માલીકો પાસે 9 ટ્રક મંગાવી ભાડા પેટેના રૂપીયા પોતાના ખાતામાં જમા કરી દીધા હતા. બાદ પોતાનો ફોન સ્વીચ ઓફ કરી દઇ અને ટ્રક માલીકોને ભાડા પેટેની રકમ આપતા સેફ એન્ડ સિક્યોર લોજીસ્ટીક પ્રાઈવેટ લીમિટેડ કંપનીના કર્મચારીએ સંદીપ સોરેન વિરુધ્ધ અસલાલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસ સ્ટેશનમાં કરવામાં આવેલી ફરિયાદ પરથી પોલીસે પગલાં લઈ આરોપી સંદીપને પકડી લીધો છે.

આ પણ વાંચો Ahmedabad News : ઓપન હાર્ટ સર્જરી વગર વાલ્વનું સફળ થયું ઓપરેશન

સંપુર્ણ રકમ:આ મામલે પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે સંદીપ સોરેન અગાઉ પણ ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન, ઉત્તરપ્રદેશ, હરિયાણા જેવા અલગ અલગ રાજ્યમાં ટ્રાન્સપોર્ટર પાસેથી પણ લૂંટ ચલાવતો હતો. ટ્રક બુક કરી કંપનીનો સામાન ભરી પોતે બ્રોકર તરીકે કામ કરી ભાડા પેટે નક્કી થયેલ સંપુર્ણ રકમ પોતાના ખાતામાં જમા થયા બાદ ફોન સ્વીચ ઓફ કરી દેતો હતો. આરોપી સંદીપ મુળ હરિયાણાનો છે. હાલમાં તેની કોઇ ઓફીસ નથી.

બ્રોકર તરીકેની ઓળખ: પોતે અલગ અલગ નંબરથી ટ્રાન્સપોર્ટર તેમજ કંપનીઓ સાથે સંપર્ક કરી પોતે બ્રોકર તરીકેની ઓળખ આપી લોકો સાથે છેતરપીડી કરી વિશ્વાતઘાત કરતો હોવાનુ સામે આવ્યું છે. અમદાવાદ શહેરની અસલાલી પોલીસે આરોપી સંદીપની ધરપકડ કરવા માટે એક પ્લાન બનાવ્યો હતો. આ આરોપી મૂળ હરિયાણાનો છે. પોલીસે હરિયાણા સુધી તપાસ લંબાવી હતી. એના ઘરે પણ તપાસ કરતા એ મળ્યો નહીં. પોલીસે એના ગામમાં તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, તે પોતાના ગામેથી ગયા બાદ વતનમાં પાછો આવતો જ ન હતો. હ્યુમન રીસોર્સ અને ટેકનિકલ ટીમની મદદ લઈને પોલીસે શોધ્યું હતું ત્યારે એનું લોકેશન મહારાષ્ટ્રના ઔરંગાબાદમાં નીકળ્યું, પછી પોલીસે એની ધરપકડ કરી લીધી હતી.

આ પણ વાંચો Ahmedabad News : સિવિલના સિક્યુરિટી ગાર્ડની દાદાગીરીનો વિડીયો વાયરલ, દર્દી ગેટની બહાર રામ ભરોસે

બધા ટ્રાન્સપોર્ટર:આરોપી સંદીપની પુછપરછ દરમ્યાન સંદીપે અલગ અલગ રાજ્યોમાં ઘણા બધા ટ્રાન્સપોર્ટર તેમજ કંપનીઓ સાથે આ રીતે છેતરપિંડી વિશ્વાતઘાત કરેલાની કબુલાત પણ કરી હતી. હાલતો અસલાલી પોલીસે આરોપી સંદીપ સોરનની ધરપકડ કરી અલગ અલગ છેતરપિંડીના ભેદ ઉકેલવા કાર્યવાહી હાથ ધરી છે. આ અંગે અમદાવાદ ગ્રામ્યના DYSP બી.એસ વ્યાસે ETV ભારત સાથે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે હાલ આરોપીની ધરપકડ કરવામાં આવી છે. તેની પુછપરછ હાથ ધરવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details