ગુજરાત

gujarat

ETV Bharat / state

AMCના પૂર્વ એન્જિનિયર સાથે ઠગાઈ - Ahmedabad Fraud news

સાયબર ક્રિમિનલ્સ દ્વારા લોકો સાથે છેતરપિંડી કરવાના અવનવા કિમિયાઓ અજમાવવામાં આવી રહ્યા છે. જ્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનાં એન્જિનિયરિંગ વિભાગમાં આસિસ્ટન્ટ સિટી એન્જિનિયર તરીકે ગત વર્ષે જ નિવૃત્ત થયેલા અધિકારી સાથે શેર ટ્રેડિંગના નામે 18 લાખ રૂપિયાની છેતરપિંડીની ઘટના સામે આવી છે.

સાઇબર ક્રાઇમ
સાઇબર ક્રાઇમ

By

Published : Mar 6, 2021, 7:41 PM IST

  • AMCના પૂર્વ આસિસ્ટન્ટ એન્જિનિયર સાથે ઠગાઈ
  • રૂપિયા 18 લાખની ઠગાઈ કરવામાં આવી
  • શેર ટ્રેડિંગના નામે કરવામાં આવી ઠગાઈ

અમદાવાદ : શહેરના સેટેલાઈટ વિસ્તારમાં રહેતા અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં આસિસટન્ટ એન્જિનિયર તરીકે હાલમાં જ નિવૃત થયેલા અમિતભાઈ ઓઝાએ સાયબર ક્રાઇમમાં 4 લોકો સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. અમિતે નોંધાવેલી ફરિયાદ મુજબ 1 માર્ચ, 2021ના રોજ તેમને અજાણ્યા નંબર પરથી શેર ટ્રેડિંગ કરવા અંગેનો યુવતીને ફોન આવ્યો હતો. જેમાં તે યુવતીએ મહેતા ઈક્વિટિઝમાંથી શેર ટ્રેડિંગની સર્વિસ આપતા હોવાનું જણાવ્યું હતું.

2 માર્ચના રોજ રજિસ્ટ્રેશન પેટે 21,000 રૂપિયા જમા કર્યા

અમિત ઓઝાને ટ્રેડિંગમાં રસ હોવાથી શેર ટ્રેડિંગની હા પાડતા સાંજના સમયે આનંદ પાટીલ નામના યુવકનો ફોન આવ્યો હતો અને તેને પોતાની ઓળખ મહેતા ઈક્વિટિઝમાં સિનિયર એડવાઇઝર તરીકેની આપી વાત કરી અમિતભાઈને શેર ટ્રેડિંગ પેકેજ ઓફર કર્યુ હતું. 2 માર્ચના રોજ રજિસ્ટ્રેશન પેટે 21,000 રૂપિયા જમા કરાવ્યા હતા. જેની પુષ્ટી અપાવવા રિસીપ પણ આપવામાં આવી હતી. જેથી તેમને વિશ્વાસ આવતા પોતાનાં ડોક્યુમેન્ટ મોકલ્યા અને શરૂઆતમાં 5 લાખ 96 હજાર રૂપિયાનું રોકાણ કર્યું હતું. જ્યારે થોડોક સમય ટ્રેડિંગ કરતા તેમના દ્વારા ગુડવીલ સિક્યુરિટીમાં અકાઉન્ટ ખોલવા માટેની કામગીરી શરૂ કરી હતી, પરંતુ 20 દિવસ પછી તેમને 50 હજારનું નુકસાન બતાવ્યું હતું. જેથી અમિતભાઈએ રોકેલા પૈસા રિફંડ માંગ્યા હતા. જે બાદ કંપનીના અન્ય કર્મચારીઓ સિદ્ધાર્થ રોય તેમજ કંપનીના સીઈઓ શરદચંદ્ર તેમજ તેમના આસિસ્ટન્ટ અનુરાધાએ વારંવાર ફોન કરી 50 હજારનું નુકસાન ભરપાઈ કરી આપવાનું જણાવ્યું હતું. નવા પેકેજમાં 11 લાખનું રોકાણ કરવા જણાવ્યું અને અગાઉની ભરેલી રકમ પણ રિફંડ આપવાની બાંહેધરી આપી હતી. જે મુજબ ઠગે નવા પેકેજમાં એપ્રિલ માસમાં ટર્મિનલ ટ્રેડિંગ કરીશું તેવું જણાવી બીજા 4.25 લાખ પડાવ્યા અને ત્યારબાદ અલગ અલગ ફી તેમજ ચાર્જીસ પેટે 7.88 લાખ રૂપિયા પડાવ્યા હતા.

અમિત ઓઝાએ 18 લાખ 9 હજાર રુપિયા જમા કરાવ્યા

ઠગ ટોળકીએ અલગ અલગ રીતે રોકાણ તેમજ ફી અને અન્ય ચાર્જિસ પેટે અમિત ઓઝા પાસેથી 18 લાખ 9 હજાર રુપિયા ભરાવ્યા હતા. જે ઇન્વેસ્ટમેન્ટમાંથી થયેલા પ્રોફિટના રોજ વ્હોટ્સએપ પર સ્ક્રિનશોટ પણ મોકલ્યા હતા. ત્યારબાદ તેમને ભરેલી રકમમાંથી રૂપિયા 1 કરોડ 27 લાખ મળી તથા નફો મળ્યો હોવાનું જણાવી જેના જી.એસ.ટી પેટે વધુ 18 લાખની માગણી કરતા અમિતભાઈ ઓઝાને શંકા જતા તેમને નાણા રિફંડ માંગતા આરોપીઓએ રિફંડ કરવાની ના પાડી હતી. અમિત ઓઝાએ મહેતા ઈક્વીટીઝ મુંબઈ ખાતેની મુખ્ય ઓફિસે તપાસ કરતા તેમને જાણવા મળ્યું હતું કે, આ ઉપરોક્ત માણસો કે આ ગૃપ મહેતા ઈક્વીટીઝ કંપનીમાં કામ કરતા નથી અને તેમને જણાવેલા એક પણ બેન્ક અકાઉન્ટ મહેતા ગૃપના નથી. આરોપીઓએ મહેતા ઈક્વીટીઝના લેટરપેડ ઉપર ઇન્વોઇસ તેમજ પેકેજ આપી અમિતભાઈ ઓઝાને વિશ્વાસમાં લઈ તેમની પાસેથી અલગ-અલગ અકાઉન્ટમાં ઓનલાઇન પૈસા ભરાવી છેતરપિંડી કરી હતી. જેથી આ મામલે તેઓએ અનુરાધા, શરદચંદ્ર, સિદ્ધાર્થ રોય અને નિશા નામના ચાર લોકો સામે છેતરપિંડીની ફરિયાદ સાયબર ક્રાઇમમાં નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીઓની શોધખોળ શરૂ કરી છે.

આ પણ વાંચો -સાવધાન! ડેટિંગ એપ ડાઉનલોડ કરીને તમે ક્યાંક સાયબર ક્રાઈમને તો આમંત્રણ નથી આપ્યું?

જો તમે કોઈ ડેટિંગ એપ્લિકેશનનો ઉપયોગ કરી રહ્યા હોવ કે હાલમાં જ ઉપયોગકર્તા થયા હોવ તો તમારે ખૂબ જ સાવધાન રહેવાની જરૂર છે. જો વોટ્સએપમાં પણ કોઇ ડેટિંગ એપ્લિકેશનની લિંક મોકલે તો તરત જ ચેતી જશો. કારણ કે આ ડેટિંગ એપ્સ સાયબર ક્રાઇમનો નવો અડ્ડો બની ગઈ છે. દિવસેને દિવસે અનેક લોકો ડેટિંગ એપ વડે સાયબર ક્રાઇમનો શિકાર બની રહ્યા છે.

આ પણ વાંચો -અમદાવાદ : ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાનું ફેક એકાઉન્ટ બનાવી પૈસા માંગતા તત્ત્વો વિરુદ્ધ નોંધાઇ ફરિયાદ

જાણીતી વ્યક્તિ કે પછી રાજકીય આગેવાનના નામે સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકીને નાણા પડાવવાનું એક ષડયંત્ર ચાલુ થયું છે. શનિવારના રોજ અમદાવાદ શહેરના જમાલપુર/ ખાડિયા મતવિસ્તારના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ તેમનું ફેક એકાઉન્ટ બનાવીને અસામાજિક તત્વો કોર્પોરેટરો તેમજ અન્ય લોકો પાસેથી પૈસાની માંગણી કરતા હોવાની અરજી સાઇબર ક્રાઇમમાં આપી છે.

આ પણ વાંચો -સરકારી વેબસાઈટ જેવી જ વેબસાઈટ બનાવી થઈ રહ્યું છે સાઈબર ક્રાઇમ

સરકાર દ્વારા ડિજિટલ પદ્ધતીને વધુ પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે અને ડિજિટલ ટેકનોલોજીથી આજે ભારત વિકાસની હરણફાળ દોડમાં વિશ્વાસ સાથે તાલમેલ મેળવી રહ્યું છે, ત્યારે અનેક ભેજાબાજ લોકો શોર્ટકટ અપનાવી સરકારી વેબસાઈટના નામ જેવું જ નામ રાખી લોકો પાસેથી ઔદ્યોગિક એકમના રજીસ્ટ્રેશન માટેના પૈસા વસૂલ કરી સાઇબર ક્રાઇમ આચરી રહ્યાં છે.

ABOUT THE AUTHOR

...view details