ગુજરાત

gujarat

ETV Bharat / state

અમદાવાદ: વેપારીને કોરોના થતા દુકાનમાં કામ કરનારે 69 લાખની ચા-પતીનો વહીવટ કરી દીધો

અમદાવાદ શહેરમાં વેપારી સાથે છેતરપિંડીની ઘટના બની હતી. જેમાં વેપારીની દુકાનમાં કામ કરનારા વ્યક્તિએ જ વેપારીને જ્યારે કોરોના પોઝિટિવ આવ્યો, ત્યારે દુકાનમાંથી 69 લાખની ઉચાપત માલનો વહીવટ કરી દીધો હતો. આ મામલે દુકાનદારને પૈસા પણ ચૂકવ્યા હતાં. જેથી દુકાનદારે માધુપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

અમદાવાદ: વેપારીને કોરોના આવતા દુકાનમાં કામ કરનારા વ્યક્તિએ 69 લાખની ચા પતીનો વહીવટ કરી દીધો
અમદાવાદ: વેપારીને કોરોના આવતા દુકાનમાં કામ કરનારા વ્યક્તિએ 69 લાખની ચા પતીનો વહીવટ કરી દીધો

By

Published : Aug 26, 2020, 10:22 AM IST

અમદાવાદ: માધુપુરામાં અંબિકા એક્સપર્ટ તરીકે ચા પતીનો વેપાર કરતા વિનોદભાઈ બારોટ ફરિયાદ નોંધાવી છે કે, તેમને દર્શન કોઠારી નામના વ્યક્તિ સાથે ધંધામાં ઓળખાણ થઈ હતી અને દર્શન નામનો વ્યક્તિ તેમના ધંધામાં ભાગીદાર બનશે. તેવો વિશ્વાસ આપી કામ શીખવા આવતો હતો. જેથી તેઓ દર્શનને ચાના સેમ્પલ લઈને વેરાયટી ટ્રેડિંગ કંપનીના માલિક રિશીત પટેલના ત્યાં મોકલતા હતા. રિશીતા પટેલ સાથે વિનોદભાઈ બારોટને અગાઉથી જ ધંધાકીય વ્યવહાર હતાં. રિશીતને જે માલ જોય તો હોય તે દર્શન વિનોદભાઈને જણાવતો હતો અને તેના પેમેન્ટની જવાબદારી દર્શન લેતો હતો.

અમદાવાદ: વેપારીને કોરોના થતા દુકાનમાં કામ કરનારે 69 લાખની ચા-પતીનો વહીવટ કરી દીધો

દર્શને વિનોદભાઈનો વિશ્વાસ કેળવીને 38,55,427નો માલ લઈ રિશીત પટેલને આપ્યો હતો. બદલામાં RTGS મારફતે 4 લાખની ચૂકવણી કરી હતી. જેમાં 34,55,427 રૂપિયા લેવાના બાકી હતા. આ દરમિયાન વિનોદભાઈને કોરોના થતાં તેઓ હોમ ક્વોરેન્ટાઇન થયા હતાં. જે બાદ દર્શન તમામ ધંધો સંભાળતો હતો અને વિનોદભાઈના ઈમેલનો પણ ઉપયોગ કરતો હતો, ત્યારે એક મહિના પછી તબિયત સારી હતી. રિશીત પાસે બાકીના લેવાના નીકળતા 34,55,427 માંગણી કરતા દર્શન અને રિશીતે રકમ ચૂકવી ન પડે તે માટે જણાવ્યું હતું કે, એટલાન્ટિસ ફૂડ નામની કંપની મુંબઈ ખાતે આવેલી છે, ત્યાં 40 હજાર કિલો ચા પતીની જરૂર છે એટલે જે માલ રિશીત પાસે પડેલો છે, જે તે વિનોદભાઇને પરત મોકલે છે અને એટલાન્ટિક કંપનીઓ મોકલી આપો રિશીત પર વિશ્વાસ કરીને વિનોદભાઈએ એટલાન્ટિસ કંપનીમાં એક્સપોર્ટ 69,35,088ની ચા મોકલી આપી હતી.

જે બાદ તેમને એટલાન્ટિસ ફૂડ કંપની તરફથી ચેક પણ આપવામાં આવ્યો હતો. જે ચેક તેમણે બેંકમાં ભરતા ચેક બાઉન્સ ગયો હતો. જેથી તેમને રિશીત પર શંકા જતા એટલાન્ટિસ ફૂડ કંપની તપાસ કરી ત્યારે જાણવા મળ્યું હતું કે, રિશીત પોતે જ કંપનીમાં ભાગીદાર છે અને દર્શન તથા રિશીતે ભેગા મળીને કાવતરું રચ્યું છે અને 69,35,088નો માલ પચાવી પાડ્યો છે. વિનોદભાઈએ આ મામલે માધુપુરા પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીની ફરિયાદ નોધવી છે. જેના આધારે પોલીસે કાર્યવાહી શરૂ કરી છે.

ABOUT THE AUTHOR

...view details