ગુજરાત

gujarat

ETV Bharat / state

વિદ્યાર્થીઓનું વિદેશ જવાનું સપનું રોળાયું, કરોડોનું ફુલેકું ફેરવનાર 2 ઠગબાજો ઝડપાયા - વિદેશ જવાનું સપનું

દેશ જવા ઈચ્છતા વિદ્યાર્થીઓ માટે ચેતવણી સમાન કિસ્સો બહાર (Ahmedabad Visa Fraud)આવ્યો છે. ફરી એક વખત વિદેશના વિઝા આપવાના નામે કરોડો રૂપિયાની છેતરપિંડીની ફરિયાદ અમદાવાદના નવરંગપુરા પોલીસ(Navrangpura police station)મથકમાં નોંધાતા પોલીસે બે ઠગબાજોને ઝડપી પાડ્યા છે.

વિદ્યાર્થીઓનું વિદેશ જવાનું સપનું રોળાયું, કરોડોનું ફુલેકું ફેરવનારબે ઠગબાજો ઝડપાયા
વિદ્યાર્થીઓનું વિદેશ જવાનું સપનું રોળાયું, કરોડોનું ફુલેકું ફેરવનારબે ઠગબાજો ઝડપાયા

By

Published : Aug 2, 2022, 9:43 PM IST

અમદાવાદઃ વિદેશ જવા ઈચ્છતા વિદ્યાર્થીઓ માટે ચેતવણી સમાન કિસ્સો બહાર (Ahmedabad Visa Fraud)આવ્યો છે. કેમ કે ફરી એક વખત વિદેશના વિઝા આપવાના નામે કરોડો રૂપિયાની છેતરપિંડીની (Visa fraud)ફરિયાદ અમદાવાદના નવરંગપુરા પોલીસ મથકમાં (Navrangpura police station)નોંધાતા બે ઠગબજોને પોલીસે ઝડપી પાડયા છે. અનત સુથાર અને રવિ સુથાર આમ તો બન્ને આરોપીઓ પિત્રાઈ ભાઈ છે.

વિદેશના વિઝા આપવાના નામે છેતરપિંડી

છેતરપિંડીની ફરિયાદના આધારે તપાસ -બન્ને આરોપીઓએ અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં આવેલ સીજી રોડ ખાતેના ચંદન કોમ્પલેક્ષમાં ટ્રાવેલ એજ્યુકેશન નામથી વિઝા કન્સલ્ટિંગની ઓફિસ ખોલી હતી. વિદેશ જવા ઈચ્છતા વિદ્યાર્થીઓને કેનેડા, યુ. એસ. એ સહિત અન્ય દેશોમાં સ્ટુડન્ટ વિઝા અને વર્ક પરમીટ વિઝા(Visa fraud)અપાવવાનું કહી અનેક વિદ્યાર્થીઓ સાથે 1 કરોડ 58 લાખ 43000ની છેતરપિંડી આચરી ફરાર થઈ ગયો હતો. જોકે નવરંગપુરા પોલીસે વિદ્યાર્થીની છેતરપિંડીની ફરિયાદના આધારે તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચોઃવડોદરા ઉચ્ચ અભ્યાસ માટે વિઝા આપવાનું કહી ઠગાઈ કરનારની ધરપકડ

2022માં ફરાર થઈ ગયા -આરોપીઓએ વર્ષ 2019 માં ટ્રાવેલ એજ્યુકેશન નામની ઓફિસ ખોલી વિદેશમાં વિદ્યાર્થીઓને વર્ક પરમીટ , સ્ટુડન્ટ વિઝા અને ટુર વિઝા આપવાનો દાવો કરી 1 વિદ્યાર્થી પાસેથી લાખો રૂપિયા ખંખેરી વર્ષ પરમીટ વિઝા , સ્ટુડન્ટ વિઝા અને ટૂર વિઝા ન આપી કરોડો રૂપિયાની છેતરપિંડી આચરી ટ્રાવેલ એજ્યુકેશનની ઓફિસના વર્ષ 2022માં પાટિયા પાડી ફરાર થઈ ગયા હતા. ત્યારે વારંવાર વિદ્યાર્થીઓ આરોપીઓની ઓફિસ ખાતે ધક્કા ખાઈ કંટાળતા અંતે નવરંગપુરા પોલીસ સ્ટેશનના દરવાજા ખખડાવ્યા હતા અને આરોપીઓ વિરોધ ફરિયાદ નોંધાવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચોઃVisa Agent Firing in Kalol : અમેરિકા ગેરકાયદે લઈ જતાં એજન્ટે પરિવાર પર કર્યું ફાયરિંગ, એક એજન્ટની ધરપકડ

લોકો સાથે છેતરપિંડી કરી -પોલીસ હાલએ તપાસ કરી રહી છે આ બન્ને આરોપી પિત્રાઈ ભાઈઓએ કેટલા લોકો સાથે છેતરપિંડી કરી છે અને કેટલા રૂપિયાનું ફુલેકું ફેરવ્યું છે તે અંગેની તપાસ કરી રહી છે. પોલીસ પણ અપીલ કરી રહી છે કે આવા લેભાગુ તત્વોથી દુર રહેવું ચકાસણી કર્યા બાદ જ આવા એજન્ટોનો સંપર્ક કરી પૈસાની આપ લે કરવી જોઈએ.

ABOUT THE AUTHOR

...view details