અમદાવાદઃ શહેરના અમરાઈવાડી વિસ્તારમાં બોગસ દસ્તાવેજબનાવીને દુકાન પચવી પડવાનો પ્રયાસ (Fraud from fake documents)કરનારને અમરાઈવાડી પોલીસે બે ઇસમોની ધરપકડ કરી છે. અમદાવાદમાં અમરાઈવાડી વિસ્તારમાં સંદીપ ગુપ્તાએ 17 ફેબ્રુઆરીના રોજ તેમણે નારાયણ સિંહ ચૌહાણ પાસેથી ખરીદી હતી. જે બાદ આ આરોપી સની રાજપૂત અને શ્રીકાંત ઉર્ફે લાલો જે તેમને ડોક્યુમેન્ટ જોવાના બહાને ફોટા પાડીને ઝેરોક્ષ કોપી કઢાવીને પોતે આ દુકાનના માલિક હોવાનું જણાવતા હતા.
ફેક ડોક્યુમેન્ટ દર્શાવ્યા
આ ઘટના બાદ સંદીપ ગુપ્તા અમરાઈવાડી પોલીસ સ્ટેશનમાં (Amraiwadi Police Station )ફરોયાદ દાખલ થતાં પોલીસે તપાસ હાથ ધરી હતી. પોલીસે બંને ઈસમો પાસે ડોક્યુમેન્ટ માગતા તેમને જણાવેલું કે અમારા ઓરિજનલ ડોક્યુમેન્ટ કોર્ટમાં જમાં છે. તેવુ જણાવેલ ત્યારે વધારે ઊંડી તપાસમાં જાણવા મળ્યુંં કે, કોઈ ડોક્યુમેન્ટ કોર્ટમાં જમાં નથી. આ ડોક્યુમેન્ટ 2010માં ઇસ્યુ થયા હતા તેવી પણ માહિતી સામે આવી હતી.