ગુજરાત

gujarat

ETV Bharat / state

ગુજરાત હાઈકોર્ટમાં 4 જ્યુડિશિયલ ઓફિસરોએ ન્યાયાધીશ તરીકે શપથ લીધા - ન્યાયાધીશ તરીકે શપથ લીધા

સુપ્રીમ કોર્ટની કોલેજીયમની ભલામણના આધારે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ગુજરાત હાઈકોર્ટમાં 4 નવા જજોની નિમણૂંક કર્યા બાદ મંગળવારે ચારેય જ્યુડિશિયલ ઓફિસરે ન્યાયાધીશ તરીકે શપથ લીધા હતા. ગુજરાત હાઈકોર્ટમાં હવે જજોની સંખ્યા વધીને 28 થઈ છે.

etvbharat
etvbharat

By

Published : Mar 3, 2020, 8:54 PM IST

અમદાવાદ: રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દ્વારા સતાવાર જાહેરનામું બહાર પાડી 4 જ્યુશિયલ ઓફિસર ઇલેશ વોરા, ગીતા ગોપી, અશોક જોશી અને રાજેન્દ્ર સરીનની ગુજરાત હાઇકોર્ટના ન્યાયાધીશ તરીકે નિમણૂંક કરવામાં આવી છે. મંગળવારે ન્યાયાધીશ તરીકે શપથ લીધા બાદ 4 જજોએ પદભાર સંભાળ્યો હતો.

ગુજરાત હાઈકોર્ટમાં 4 જ્યુડિશિયલ ઓફિસરોએ ન્યાયાધીશ તરીકે શપથ લીધા

ગુજરાત હાઈકોર્ટમાં અગામી 15 દિવસમાં બે જજ નિવૃત થઈ રહ્યાં છે. ત્યારે સુપ્રીમ કોર્ટના કોલેજીયમે ચાર જ્યુડિશિયલ ઓફિસરને જજ તરીકે નિમણૂંક આપવા અંગે પ્રસ્તાવ મંજૂર કર્યો હતો. 12મી ફેબ્રુઆરીના રોજ યોજાયેલી બેઠકમાં ગુજરાત હાઈકોર્ટમાં 4 નવા જજ માટેના નામનો પ્રસ્તાવ મંજૂર કરવામાં આવ્યો હતા.

ગુજરાત હાઈકોર્ટમાં 4 જ્યુડિશિયલ ઓફિસરોએ ન્યાયાધીશ તરીકે શપથ લીધા

જ્યુડિશિયલ ઓફિસર તરીકે સેવા આપતાં ઈલેશ વોરા, ગીતા ગોપી, અશોક જોષી અને રાજેન્દ્ર સરીનના ગુજરાત હાઈકોર્ટના જજ તરીકેના નામનો પ્રસ્તાવ મંજૂર કરવામાં આવ્યો છે. સુપ્રીમ કોર્ટની કોલેજીયમ દ્વારા યોજાયેલી બેઠકમાં મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. અગામી 15 થી 20 દિવસમાં હાઈકોર્ટના બે જજ નિવૃત થશે. ગુજરાત હાઈકોર્ટના જસ્ટીસ એસ.આર બ્રહ્મભટ્ટ અને હર્ષા દેવાણી નિવૃત થતાં હોવાથી નવા ચાર જજોની પંસદગી માટે નામોના પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યા હતા.

ગુજરાત હાઈકોર્ટમાં 4 જ્યુડિશિયલ ઓફિસરોએ ન્યાયાધીશ તરીકે શપથ લીધા
ગુજરાત હાઈકોર્ટમાં 4 જ્યુડિશિયલ ઓફિસરોએ ન્યાયાધીશ તરીકે શપથ લીધા

ABOUT THE AUTHOR

...view details