આ બેઠક પર ભાજપે જગદીશ પટેલને ટિકિટ આપીને મેદાનમાં ઉતાર્યાં છે. જ્યારે કોંગ્રેસ તરફથી ધર્મેન્દ્ર પટેલ (ધમાંભાઈ)ને ટિકીટ આપવામાં આવી છે. આમ બંને પક્ષો દ્વારા પાટીદાર ફેક્ટરનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
વર્તમાન સાંસદ અને પૂર્વ MLA હસમુખ પટેલે કર્યું મતદાન - અમદાવાદ ન્યુઝ
અમદાવાદ: રાજ્યની 6 વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણી યોજઈ રહી છે. જેમાં અમદાવાદના અમરાઈવાડી વિધાનસભા બેઠક પર મતદાન યોજાઈ રહ્યું છે. અમરાઈવાડી મતવિસ્તારના પૂર્વ ધારાસભ્ય અને અમદાવાદ પૂર્વ લોકસભા બેઠકના સાંસદ હસમુખ પટેલે મતદાન કર્યું હતું.
![વર્તમાન સાંસદ અને પૂર્વ MLA હસમુખ પટેલે કર્યું મતદાન](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4818907-thumbnail-3x2-ahd.jpg)
rerr
વર્તમાન સાંસદ અને પૂર્વ MLA હસમુખ પટેલે કર્યું મતદાન
નોંધનીય છે કે, અમરાઈવાડી વિધાનસભામાં હિન્દી ભાષી સહિત પાટીદાર વોટરોનું પ્રભુત્વ હોવાને કારણે બંને પક્ષોએ પાટીદાર આગેવાનોને ટિકિટ આપીને અમરાઈવાડી વિધાનસભા પર જીતના કાવા દાવા કર્યાં હતાં.