ગુજરાત

gujarat

ETV Bharat / state

Gujarat high Court: સરકારી જમીન પર બાંધકામ તૈયાર કરતા જસા બારડને હાઈકોર્ટે ન આપી રાહત, મુશ્કેલી વધી

રાજ્યના પૂર્વ પ્રધાન જસા બારડની મુશ્કેલીમાં વધારો થયો છે. જસા બારડે ગેરકાયદેસર રીતે કોમ્પ્લેક્સ બનાવી દીધા છે તે કોમ્પ્લેક્સને સીલ કરવાનો હાઇકોર્ટે વચગાળાનો હુકમ આપ્યો છે. જસા બારડની સીલ હટાવી દેવાની માંગણી ને હાઇકોર્ટે નકારી દીધી છે. આ નિર્ણયને કારણે પૂર્વ પ્રધાનની કાયદાકીય મુશ્કેલીઓ વધી રહી છે. જોકે, આ મામલે હવે ક્યા પગલાં લેવામાં આવે છે એના પર સૌની નજર રહેલી છે.

Gujarat high Court: સરકારી જમીન પર બાંધકામ તૈયાર કરતા જસા બારડને હાઈકોર્ટે ન આપી રાહત, મુશ્કેલી વધી
Gujarat high Court: સરકારી જમીન પર બાંધકામ તૈયાર કરતા જસા બારડને હાઈકોર્ટે ન આપી રાહત, મુશ્કેલી વધી

By

Published : Apr 6, 2023, 12:19 PM IST

અમદાવાદઃગુજરાત રાજ્યના પૂર્વ પ્રધાન અને ગિરસોમનાથ જિલ્લાના ભાજપના નેતા જસા બારડને હાઈકોર્ટમાં કોઈ રાહત મળી નથી. જેના કારણે એમની કાયદાકીય મુશ્કેલીમાં વધારો થયો છે. જસા બારડ અને તેમના દીકરા સામે સરકારી જમીન ઉપર ગેરકાયદેસર રીતે કોમ્પ્લેક્સ બનાવી દેવામાં આવ્યા છે તેવા આક્ષેપ સાથેની જાહેર હિતની અરજી હાઈકોર્ટમાં કરવામાં આવી હતી. જેમાં હાઈકોર્ટે આ કોમ્પ્લેક્સમાં સીલ લગાવી દેવામાં આવશે એવો વચગાળાનો હુકમ કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચોઃ High Court : હાઇકોર્ટે ગીરનાર પર્વત અને મંદિરોની આજુબાજુ ગંદકીને લઈને મહત્વના હુકમો આપ્યા

સીલ હટાવવા માંગઃ નેતા જસા બારડે કોમ્પ્લેક્સ અને દુકાનોમાંથી સીલ હટાવી દેવાની માંગની સાથે હાઇકોર્ટ સમક્ષ રજૂઆત કરી હતી. પરંતુ હાઈકોર્ટ કે તેમની આ રજૂઆતને માન્ય રાખી નથી. જેના કારણે બિલકુલ પણ રાહત મળી નથી. તેમને અત્યારે કોમ્પ્લેક્સને સીલ કરવાનો હુકમને યથાવત રાખ્યો છે. જેના કારણે તેમને બીજી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. આ સમગ્ર બનાવ ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા શહેરનો છે .પૂર્વ પ્રધાન જસા બારડ અને તેમના પુત્ર દિલીપ બારડે કર્મશિયલ બાંધકામ કરીને દુકાનો બનાવી નાખી છે.

રમતના મેદાનની જગ્યાઃજ્યારે સરકારે આ જમીન વર્ષ 2017 માં રમતગમતના મેદાન માટે ફાળવી હતી. પરંતુ વર્ષ 2017 થી પિતા અને પુત્ર એ ભાડાપટ્ટી દુકાનો આપીને વેચાણ કરવામાં આવતા આ સમગ્ર મામલો કોર્ટમાં પહોંચ્યો હતો. આ સાથે એવી રજૂઆત પણ કરવામાં આવી હતી. જેની તંત્ર સામે રજૂઆત કરાતા કોઈ પ્રકારે ઊંડી તપાસ થઈ ન હતી. આ સિવાય જે તે જવાબદાર વ્યક્તિઓ સામે કોઈ જ પ્રકારના કાયદાકીય કે તંત્ર તરફથી એક્શન પણ લેવાયા ન હતા. આ સરકારી જમીન હતી. જેના પર બાંધકામ કરી નાંખ્યું હતું. જે હકીકતમાં સરકારે મેદાન અને સ્પોર્ટ્સ એક્ટિવિટી માટે જમીન ફાળવી હતી. જમીનનો હેતું ફેરવીને પોતાની રીતે બાંધકામ કરી દેતા મામલો હાઈકોર્ટ સુધી પહોંચ્યો હતો.

આ પણ વાંચોઃGujarat High Court: ગુજરાત હાઇકોર્ટે વકીલોની વર્તણુકને લઈ કરી મોટી ચોખવટ, કોર્પોરેટ કલ્ચરનો અભિગમ

આદેશપાલનનો નિર્દેશઃ આ સાથે જ જસા બારડ અને તેમના દીકરા સામે ભ્રષ્ટાચાર કર્યા હોવાના આક્ષેપો પણ લગાવવામાં આવ્યા હતા. ઘણા સમયથી આ જે કેસ હાઇકોર્ટ સમક્ષ ચાલી રહ્યો હતો ત્યારે હવે હાઇકોર્ટે તમામ ગેરકાયદેસર રીતે જે કોમ્પ્લેક્સ બનાવવામાં આવ્યા છે તેને તેમજ જે પણ દુકાનો અને ભાડા પટ્ટી રૂપે આપેલી છે તેને સીલ કરવાનો આદેશ આપ્યો છે અને જ્યાં સુધી હાઇકોર્ટનો આગામી હુકમ ના થાય ત્યાં સુધી હાઇકોર્ટના આદેશનો પાલન કરવાનો પણ નિર્દેશ આપ્યા છે. ભૂતકાળમાં આ કેસોની સુનાવણી દરમિયાન હાઇકોર્ટ રાજ્ય સરકાર ,જિલ્લા કલેકટર અને પીજીવીસીએલના સહિત લોકોને નોટિસ ઇસ્યુ કરી હતી.અને આ મામલે કાર્યવાહી કરવાના પણ આદેશ આપ્યા હતા.

ABOUT THE AUTHOR

...view details