નળસરોવર પક્ષી અભ્યારણમાં પક્ષીઓ અને પર્યાવરણને થતાં નુકસાનને અટકાવવા માટે સરકારે 11 ઉચ્ચ અધિકારીઓની નિમણુક કરતી ટાસ્ક ફોર્સની રચના કરી છે. અમદાવાદ અને સુરેન્દ્રનગરના કલેક્ટર, પોલીસ અધિક્ષક, જિલ્લા વિકાસ અધિકારી, મત્સ્યોદ્યોગ અધિકારી અને વન સંરક્ષક સહિતના સભ્યોને ટાસ્ક ફોર્સના સભ્યો તરીકે નિમણુક કરાયા છે.
નળ સરોવરના રક્ષણ માટે ગત બે મહિનામાં ટાસ્ક ફોર્સની રચના સિવાય લેવાયેલા અન્ય પગલા મુદ્દે સરકાર તરફથી રજુઆત કરાઈ હતી. નળ સરોવર અભ્યારણમાં સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. જેના ભાગરૂપે નળ સરોવરમાંથી હજારો કિલો પ્લાસ્ટિક અને ફિશિંગ નેટ બહાર કાઢવામાં આવી હતી. સાથે જ જમીન નીચે ધસી ગયેલા પ્લાસ્ટિકને પણ ડ્રેગિંગ દ્વારા દુર કરવામાં આવ્યો છે. વન અને પર્યાવરણ વિભાગે અભ્યારણમાં પ્લાસ્ટિક સાથે પ્રવેશવા મુદ્દે સંપૂર્ણપણે પ્રતિબંધ લાદવામાં આવ્યો છે.