ગુજરાત

gujarat

ETV Bharat / state

ગુજરાતમાં આગામી 48 કલાક ભારેથી અતિભારે વરસાદની આગાહી - Ahmedabad

અમદાવાદઃ ગુજરાત પર સર્જાયેલા સાયક્લોનિક સર્ક્યુલેશનને પગલે આગામી 48 કલાક દરમિયાન ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગે કરી છે. દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડશે. જ્યારે અમરેલીમાં વરસાદની શરૂઆત થઈ ચુકી છે અને મુંબઈમાં પણ બારે મેઘ ખાંગા થયા છે.

ગુજરાતમાં આગામી 48 કલાક ભારેથી અતિભારે વરસાદની આગાહી

By

Published : Jun 28, 2019, 4:45 PM IST

ગુજરાત અને મહારાષ્ટ્રના દરિયાકાંઠા પર સાયક્લોનિકલ સર્ક્યુલેશન સર્જાયું છે. જેથી મુંબઈમાં ગત રાત્રીએ ભારે વરસાદ થયો છે અને હવે આ વરસાદ દક્ષિણ ગુજરાત થઈને મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્ર તરફ આવશે. જેથી આગામી 48 કલાકમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. માછીમારોએ દરિયો ખેડવા ન જવા સલાહ આપવામાં આવે છે.

આજે શુક્રવારે ગુજરાતમાં ચોમાસુ યથાવત રહ્યું છે. સવારે 6 વાગ્યાથી બપોરના 12 વાગ્યા સુધીમાં ગુજરાતના 52 તાલુકામાં વરસાદ હોવાનો રીપોર્ટ મળી રહ્યો છે. જેમાં સૌથી વધારે વરસાદ વડોદરાના કરજણમાં નોંધાયો હતો. તેમજ વલસાડના ઉમરગામમાં પણ વરસાદના સમાચાર છે.અમરેલીમાં વરસાદ શરૂ થયો છે.

રાજ્યમાં ભારે વરસાદની આગાહીને પગલે રાજકોટ અને ગાંધીનગરમાં 2-2, સુરત, પાલનપુર, વલસાડ અને ભાવનગરમાં 1-1 NDRFની ટીમ ખડેપગે રાખવામાં આવી છે. આમ કુલ NDRFની 15 ટીમો તૈનાત કરી રખાઈ છે અને તંત્રને પણ એલર્ટ કરી દેવાયું છે.

ABOUT THE AUTHOR

...view details